તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ કોરોનાની મહામારી વૈશ્વિક રીતે ચાલી રહી છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કાેરોનાના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કચ્છની જેલમાં રહેલા બે પાકિસ્તાની કેદીને સારવાર માટે જામનગર લાવવામાં આવ્યા હતાં. જેમાંથી એક કેદી કોરોના પોઝિટિવ હતો જયારે બીજાે અન્ય બિમારી સબબ દાખલ થયો હતો. દરમિયાન બન્ને કેદીઓના મોત નિપજતાં બન્નેના મૃતદેહને છેલ્લા 20 દિવસથી જામનગર હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. કચ્છ તંત્ર દ્વારા પાકિસ્તાની હાઇકમિશન તેમજ ભારત સરકારને આ બાબતે જાણ કરવામાં આવી છે. નિર્ણય આવ્યા બાદ બન્ને મૃતદેહનો નિકાલ થશે ત્યાં સુધી તે જામનગરની હોસ્પિટલમાં પડયા રહ્યા છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં અસંખ્ય કોરોનાના દર્દીઓની સારવાર થઇ ચૂકી છે તેમજ અનેકની ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના દર્દીઓ પણ અહિં સારવાર માટે લાવવામાં આવે છે. આવી જ રીતે કચ્છ જેલમાં રહેલા બે પાકિસ્તાની કેદીઓને જામનગર સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. જેમાંથી એક પાકિસ્તાની નાગરીક જે છેલ્લા 6 વર્ષથી કચ્છની જેલમાં હતો તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતાે, જયારે બીજાે દર્દી જે કચ્છ સરહદ પરથી પકડાયો હતો તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેને સારવાર આપવામાં આવી રહી હતી.
દરમિયાન બન્ને કેદીઓના આજથી 20 દિવસ પહેલા મૃત્યુ થતાં બન્નેના મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતાં. અન્ય દેશના નાગરીક હોવાથી તેમની અંતિમવિધી શકય ન હતી. આ અંગે કચ્છ તંત્ર તેમજ ભારત સરકારને જાણ કરી દેવામાં આવી હતી. જેમણે પાકિસ્તાન સ્થિત તેમના પરીવારજનોને જાણ કરી દીધી હતી. બીજી બાજુ સૂત્રો જણાવે છેકે, મૃતદેહ માટે પાકિસ્તાન હાઇ કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હોસ્પિટલનંુ કામ ફકત મૃતદેહ સાચવવા પુરતું છે
કચ્છ જેલમાંથી આવેલા બે પાકિસ્તાની કેદીઓના મૃત્યુ થયા બાદ બન્નેના મૃતદેહને જામનગર હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. પોલીસના કહેવા મુજબ અને તેમના આદેશથી મૃતદેહ અહી રાખવામાં આવ્યા છે. આ મૃતદેહનું શું કરવું તેમજ તેના નિકાલ વગેરેની જવાબદારી પોલીસ તંત્રની હોય છે, હોસ્પિટલ ફકત કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખે છે. -ડો. દિપક તિવારી, સુપ્રિટેન્ડન્ટ, જી.જી. હોસ્પિટલ, જામનગર.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.