રોડની માંગ:સ્વામિનારાયણ નગરમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાન ચોકડીથી રામકૃષ્ણ આશ્રમ સુધી રોડની માંગ

જામનગરના સ્વામિનારાયણ નગરમાં અનેક વખત રજૂઆતો કરવા છતા રસ્તો ન બનતા નારાજ રહેવાસીઓએ ચૂંટણીના બહિષ્કારના બોર્ડ લગાવતા રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં દોડધામ મચી ગઇ છે. માર્ગ નહીં તો મત નહીં ના સૂત્રોચ્ચાર પોકારી રહેવાસીઓએ રોષ ઠાલવ્યો હતો.

જામનગર શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થયા બાદ માર્ગ તેમજ અન્ય પ્રશ્નોને લઇને ગામડા તેમજ શહેરમાં ચૂંટણી અને મતદાનનો બહિષ્કાર શરૂ થયો છે. રવિવારે ગોરધનપર પાસે આવેલી ગ્રીનવીલા સોસાયટીના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જયારે સોમવારે શહેરના સ્વામિનારાયણ નગરમાં રહેતા રહેવાસીઓએ ચૂંટણીના બહિષ્કારના બોર્ડ લગાવ્યા હતાં. સોસાયટીના રહેવાસીઓએ માર્ગ નહીં તો મત નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતાં.

રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ નગરમાં 5000 થી વધુ લોકો વસવાટ કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સ્મશાન ચોકડીથી રામકૃષ્ણ આશ્રમ સુધીનો રોડ બનાવવાની માંગણી છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. આથી માર્ગ નહીં તો મત નહીં નો નિર્ણય કરી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...