તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકાર:‘બોર્ડની એક્ઝામ રદ્દ થતાં હવે કોલેજમાં પ્રવેશ પરીક્ષા જરૂરી બની’

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોહન ડેકાડ, સુરજીત પાલ, જયવીરસિંહ જાડેજા, ચૌહાણ અવની,  રિદ્ધિ સાપરિયા,  મધુ તિષા (ડાબેથી) - Divya Bhaskar
રોહન ડેકાડ, સુરજીત પાલ, જયવીરસિંહ જાડેજા, ચૌહાણ અવની, રિદ્ધિ સાપરિયા, મધુ તિષા (ડાબેથી)
  • ધો.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી જામનગરના વિદ્યાર્થીઓએ વધાવ્યો

વર્તમાન કોરોના મહામારીના સમયગાળામાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ સીબીએસસી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે જામનગરના ધો.12 ના વિધાર્થીઓએ શિક્ષણ વિભાગના આ નિર્ણયને આવકારી કોલેજમાં એડમિશન પહેલા તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવી જોઈએ, જેથી કોલેજની એડમિશનની પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

નીટ સહિતની પરીક્ષા આપવી અઘરી બનશે
કોરોના કાળમાં પરીક્ષા ન લેવાઇ તે અમારા સ્વાસ્થ્ય માટે તો સારૂં જ છે. પરંતુ ધો.12ની પરીક્ષા ન આપવાથી આગળની જી-નીટ, નીટ જેવી પરીક્ષા આપવી ખૂબ અઘરી બનશે. કારણ કે તમે ધો.12ની પરીક્ષા આપી હોત તો થોડો અનુભવ અમને મળી રહેત. - રોહન ડેકાડે.

તમામ સ્ટ્રીમમાં પ્રવેશ પરીક્ષા હોવી જોઈએ
એક્ઝામ રદ થવાને કારણે બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે. ઘણી કોલેજોમાં મેરીટ પર એડમિશન હોય છે, જેથી મેરીટમાં કોઈ લાંબો ફરક નહી આવે તેથી તમામ સ્ટ્રીમમાં જો એન્ટ્રન્સ એક્ઝામ હોય અને તે પ્રમાણે એડમીશન લેવાય તો વધુ સારું રહેશે. - સુરજીત પાલ.

પરીક્ષાથી સંક્રમણનો ભય માટે નિર્ણય યોગ્ય જ છે
સરકારનો નિર્ણય આવકાર્ય છે કારણ કે જો પરીક્ષા લેવામાં આવી હોત તો વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોય સંક્રમિત થવાના શકયતા હતી અને જો વિધાર્થી સંક્રમિત થાય તો તેની અસર તેના ભવિષ્ય અને પરિવાર પર થાય જેથી સરકારનો આ નિર્ણય આવકારદાયક છે. - જયવીરસિંહ જાડેજા.

કોરોનાના ભય વચ્ચે તો પરીક્ષા શક્ય જ ન હતી
સારું થયું છે કે પરીક્ષા ન લેવાઇ. કારણ કે કોઈ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષા દરમિયાન કોરોના થાય તો તેના ભવિષ્ય ઉપર તો અસર પડે સાથે જ અન્ય વિદ્યાર્થી પણ સંક્રમિત થાય. વળી, મહામારીના ભય વચ્ચે પરીક્ષામાં પણ સંપૂર્ણ ધ્યાન ન પણ આપી શકાય માટે નિર્ણય યોગ્ય છે. - ચૌહાણ અવની.

અભ્યાસની પસંદગીનો નિર્ણય અઘરો બન્યો
પરીક્ષા રદ થઈ છે પરંતુ પરીક્ષાના માર્કસ ઉપરથી જ આગળ કયો અભ્યાસ પસંદ કરવો અને કઈ કોલેજમાં એડમિશન લેવું તે નકકી કરવાનું હોય છે. પરંતુ પરીક્ષા રદ થતાં આ નક્કી કરવું ખૂબ જ અઘરું બની ગયું છે. આથી કોલેજની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે તો નિર્ણયમાં આસાની રહે. - રિદ્ધિ સાપરિયા.

સંક્રમણ વધવાનો ભય હોવાથી આ નિર્ણય યોગ્ય
પરીક્ષા લેવામાં આવી તો સંક્રમણ વધવાના ભય સાથે સ્વાસ્થ્ય પણ બગડી શકે. વળી, ચાલુ પરીક્ષાએ જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત બને તો અન્યને ચેપની શકયતા રહે અને કોરોના વચ્ચે પરીક્ષા યોગ્ય રીતે ન આપી શકે તો ભવિષ્ય બગડી શકે. માટે સરકારનો નિર્ણય યોગ્ય છે. - મધુ તિષા.

અન્ય સમાચારો પણ છે...