મોઘીઘાટ કાર ઊંડા ખાડામાં ખાબકી:કાલાવડ નજીક ધુતારપરમાં BMW કાર પૂલ નીચે પાણીમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવો

જામનગર3 મહિનો પહેલા
  • સાયકલ લઈને બાઈકો વચ્ચે આવી જતા તેને બચાવવા જતા કાર પુલની નીચે ખાબકી હતી કાર ચાલકને તરતા આવડતું હોવાથી પાણીમાં તરીને બહાર નીકળી ગયો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુતાપર ગામે મોંઘીઘાટ કાર પુલ નીચે પાણીમાં ખાબકી હતી. જોકે, કારચાલકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ કાલાવડ થી મોટી માટલી જવાના રસ્તે એક BMW કારને લઈને એક યુવક જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સાયકલ લઈને બાઈકો વચ્ચે આવી જતા તેને બચાવવા જતા કાર પુલની નીચે ખાબકી હતી. જ્યારે કારચાલક કાર સહિત છ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો.

જેસીબી મશીન વડે કારને બહાર કઢાઈ
કાર ચાલકને તરતા આવડતું હોવાને કારણે પાણીમાંથી તળીને બહાર આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જયારે કાર ખાબકવાની જાણ થતા આસપાસના ગામના લોકો કારચાલકની મદદે આવ્યાં હતા અને કાર પાણીમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. આસપાસના ગામ લોકોએ નદીમાં પડેલી કારને જેસીબી મશીન વડે બહાર કાઢી હતી. સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...