તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીરો સર્વેની કામગીરી શરું:જામનગરમાં જુદાજુદા વોર્ડમાંથી 1800 લોકોના લોહીના નમૂના લેવાની કામગીરી શરૂ, નમૂનાના આધારે વાઈરસનો સ્કેલ શોધાશે

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટવા પાછળનું કારણ, એન્ટીબોડી, હર્ડઇમ્યુનિટી સીરો સર્વેના આધારે ચકાસી શકાશે
  • 50 કલસ્ટરમાં 150 જેટલા આરોગ્ય કર્મીઓએ કામગીરી શરૂ કરી

જામનગર મહાનગરપાલિકા અને આરોગ્ય શાખા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવ્યું છે. શહેરના જુદાજુદા વોર્ડના 50 ક્લસ્ટરમાંથી 150 આરોગ્ય કર્મચારીઓ સર્વેમાં જોડાયા છે અને શહેરના કુલ 1800 લોકોના બ્લડના રેન્ડમ સેમ્પલ લેવાની શરૂઆત કરી દીધી છે. આ સર્વેથી કોમ્યુનિટી ટ્રાન્સફર, હાર્ડ ઇમ્યુયનિટી અને વાઇરસનો સ્કેલ શોધાશે. લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવીને ચકાસણી માટે મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે.

એ.કે.વસ્તાણી ,નાયબ કમિશનર મનપા
એ.કે.વસ્તાણી ,નાયબ કમિશનર મનપા

કોરોના સંક્રમણ વધુ હતું ત્યાંથી નમૂના લેવાશેસીરો સર્વે તરીકે ઓળખાતી બ્લડ ટેસ્ટ આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ શહેરના અલગ-અલગ વિસ્તારો અને ખાસ કરીને જ્યાં કોરોના સંક્રમણ વધુ હતું, તેવા વિસ્તારોમાં જઈને ફુલ 1800 વ્યક્તિઓના લોહીના નમૂના એકત્રિત કરશે અને આ સંક્રમણ ઘટતું હોવા પાછળનું કારણ એન્ટીબોડી, હર્ડ ઇમ્યુનિટી છે કે નબળી પડી છે તે આ સર્વેથી જાણી શકાશે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી ચકાસવામાં આવે છેઆ સર્વે માટે વ્યક્તિના શરીર માટે ઈન્જેકશન મારફતે 5 મિલી જેટલું લોહી લેવામાં આવતું હોય છે અને લેબોરેટરીમાં સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી ચકાસવામાં આવે છે. જો રીઝલ્ટ પોઝિટિવ આવે તો તે વ્યક્તિનું શરીર કોરોના સામે લડવા જરૂરી એન્ટીબોડી ધરાવે છે. અર્થાત્ તેને કોરોના થાય તો ગંભીર અસર થવાની શક્યતા રહેતી નથી. આ સર્વે કરવાથી સંભવિત બીજી લહેર આવે તો કયા વિસ્તારમાં કેટલા ટકા વસ્તી અને ક્યાં વય જૂથમાં વધુ જોખમ છે તે જાણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...