જામનગર શહેરમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગરની લોહાણા મહાજનવાડીમાં સ્વ.હરિદાસ જીવણદાસ લાલની પૂણ્યતિથી નિમિતે તા.15ના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિતના જોડાયા હતાં.
માનવ સેવા, શૈક્ષિણક કાર્યો તથા સામાજીક કાર્યો કરતા હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ઈમરજન્સી અને જરૂરિયાતમંદ દર્દીઓની જરૂરીયાતને સહાયરૂપ થવા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા લોકોને સ્વૈચ્છિક રકતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં સવારથી લોહાણા મહાજનવાડીમાં રકતદાતાઓનો પ્રવાહ ઉમળકાભેર શરૂ થયો હતો અને 246 લોકોએ સ્વૈચ્છીક રીતે રકતદાન કર્યું હતું.
બ્લડ કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમ, 78-વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટર, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો, નગરના શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ, સામાજીક આગેવાનો, વિવિધ સંસ્થાના હોદેદારો સહિતના ઉપસ્થિત રહયા હતાં. આ કેમ્પને સફળ બનાવવા જી.જી.ના ડોકટરો સહિતના લોકોનો ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલે આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.