તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:જોડિયાના જીરાગઢમાં રક્તદાન કેમ્પ,75 દાતાઓએ કર્યુ રક્તદાન

હડિયાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ દાતાઓને પ્રોત્સાહિત કર્યા

જામનગર જિલ્લાના જોડીયા નજીક જીરાગઢ ગામે યુવાન મોરચા દ્વારા આયોજીત રકતદાન કેમ્પમાં 75 દાતાઓએ રકતદાન કર્યુ હતુ.જયારે ધારાસભ્ય,જિ.પં.પ્રમુખ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. “સેવા હિ સંગઠન” સત્કાર્ય અન્વયે યુવા મોરચા દ્વારા જોડિયા તાલુકાના જીરાગઢ ગામે રક્તદાન કેમ્પનું આયોજન થયુ હતું જેમાં ૭૫ રક્તદાતાએ રક્તદાન કર્યુ હતુ. રકતદાન માટે લોકોને રાહ ચીંધીને સમાજ સેવાનું પણ ઉદાહરણ પુરુ પાડયું હતું.

આ તકે રક્ત દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલિપભાઈ ભોજાણી, પૂર્વે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રકતદાન કેમ્પના જિલ્લાના ઇન્ચાર્જ ભવદીપ પંડ્યા અને લક્ષ્મણભાઈ ખુંટી, તેમજ હાર્દિકભાઈ લીંબાણી, નાથાભાઈ વારસાખીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાનિયા, જેઠાભાઈ અઘેરા, ઘનશ્યામભાઈ, હિતેશભાઇ ચનીયારા, જીતેન્દ્ર વઘોરા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...