તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:બ્લડ બેન્કમાં 7 માસમાં 12,214 યુનિટ લોહી આવ્યુ : પ્લાઝમાં રક્તકણ, પ્લેટલેટ્સ છુટા પાડી, 16,460ની જરૂરિયાત સંતોષાઇ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 3029 રકત દર્દીને અપાયું, જુલાઈ મહિનામાં સૌથી વધુ 2094 યુનિટ રક્ત આવ્યું
  • લોકડાઉનમાં અકસ્માતના બનાવો ઘટતા બ્લડની જરૂરિયાત ઓછી થતાં જી.જી.હોસ્પિટલની બ્લડબેંકમાં રકતની અછત થઈ ન હતી

જામનગરની જી.જી.હોસ્પિટલની બ્લડ બેંકમાં ચાલુ વર્ષે 7 મહિનામાં 12,214 યુનિટ લોહી આવ્યુ હતું, એમાંથી રક્તકણ, પ્લાઝમાં, પ્લેટલેટ્સ છુટા પાડી, 16,460 દર્દીની જરૂરિયાત સંતોષવામાં આવી હતી. વર્ષ 2019માં 24784 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતુ. જ્યારે વર્ષ 2020માં લોકો કોરોનાને કારણે હોસ્પિટલે આવવામાં ભય અનુભવતા માત્ર 19909 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આથી વર્ષ 2019 ની સરખામણી વર્ષ 2020માં 4875 બોટલ રકત બ્લડ બેન્કમાં ઓછું આવ્યું હતું. વર્ષ 2020 માં 30293 દર્દીઓને લોહી આપવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2019 માં 36550 દર્દીઓની રક્તની જરૂરિયાત સંતોષવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં અકસ્માત કેસ અને ગાયનેક વિભાગમાં બ્લડની જરૂરિયાત વધારે રહેતી હોય છે. પરંતુ વર્ષ 2020માં લાદવામાં આવેલા લોકડાઉનને કારણે બ્લડની જરૂરિયાત ઓછી થતાં જી.જી.હોસ્પિટલની બ્લડબેંકમાં રકતની અછત થઈ ન હતી.

આવી રીતે રક્તકણ, પ્લાઝમાં, પ્લેટલેટ્સ છુટા પડે છે
રક્તદાતા પાસેથી લોહી લેવામાં આવે છે. ત્યારબાદ તેના રક્તને બ્લડ બેન્ક દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. જેમાંથી રક્તના ઘટકો જેવા કે રક્તકણ,પ્લાઝમાં (રક્તનું પ્રવાહી ) પ્લેટલેટ્સ વગેરે છૂટા પાડવામાં આવે છે. બાદમાં જે દર્દીને તેની જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. 1 યુનિટ બ્લડ માંથી 250 થી 380 એમએલ રક્તકણો, 50થી 70 એમએલ પ્લેટલેટ્સ અને 180 થી 220 એમએલ પ્લાઝમા છૂટા પડે છે.

વર્ષ 2019 અને 2020માં હતી આવી સ્થિતિ
વર્ષ 2019માં સૌથી વધુ ડિસેમ્બર મહિનામાં બ્લડ બેન્કમાં 3194 યુનિટ બ્લડ આવ્યું હતું. તેની સામે 3127 દર્દીઓને લોહી અપાયું હતું. જ્યારે સૌથી ઓછું બ્લડ ઓગસ્ટ મહિનામાં 1199 યુનિટ આવ્યું હતું. તેની સામે 2810 દર્દીઓને લોહી અપાયું હતું. વર્ષ 2019 માં સૌથી વધુ ઓક્ટોબર મહિનામાં 4519 યુનિટ બ્લડની માંગ દર્દીઓમાં રહી હતી.જ્યારે સૌથી ઓછા બ્લડની માંગ 2418 યુનિટ એપ્રિલ મહિનામાં રહી હતી. વર્ષ 2020માં સૌથી વધુ ડિસેમ્બર મહિનામાં બ્લડ બેન્કમાં 2452 યુનિટ બ્લડ આવ્યું હતું અને તેની સામે 3019 દર્દીઓને લોહી અપાયું હતું. જ્યારે સૌથી ઓછું જાન્યુઆરી મહિનામાં 1203 યુનિટ લોહી આવ્યું હતું, તેની સામે 2678 દર્દીઓમાં બ્લડની માંગ રહી હતી .વર્ષ 2020માં સૌથી વધુ ડિસેમ્બર મહિનામાં 3019 યુનિટ બ્લડની માંગ દર્દીઓમાં રહી હતી જ્યારે સૌથી ઓછા બ્લડની માંગ 2105 યુનિટ એપ્રિલ મહિનામાં રહી હતી.

કોરોનાના બંને વેવમાં 600થી વધારે દર્દીને પ્લાઝમા અપાયા
કોરોનાના પહેલા વેવથી બીજા વેવ દરમિયાન 450 પ્લાઝમા યુનિટ નું કલેક્શન કરાયું હતું. જેની સામે 600થી વધુ દર્દીઓને પ્લાઝમા બ્લડ બેન્ક દ્વારા આપવામાં આવ્યા હતા. એફેરેસિસ મશીન દ્વારા લેવામાં આવેલા પ્લાઝમા ડોનરના પ્લાઝમા બે દર્દીઓને આપી શકાય છે. મશીન દ્વારા લેવાનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિના લોહીમાંથી જરૂરી ઘટક લેવામાં આવે છે અને બાકીનું લોહી તેના શરીરમાં પરત અપાય છે.

અન્ય સમાચારો પણ છે...