ચિંતા:દર્દીએ કોરોનાને મ્હાત આપ્યાના 3 મહિના પછી બન્ને આંખમાં અંધાપો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • આંખમાં ફંગલ ઇન્ફેક્શન કારણભૂત, અમદાવાદ ખસેડાયા
  • બ્રિટનમાં દેખાયેલા વાયરસ, ન્યુકરમાઇક્રોસીસને તબીબોએ નકાર્યો

જામનગર જિલ્લાના દર્દીએ કોરોનાને મ્હાત આપ્યાના ત્રણ મહિના પછી અંધાપો આવતા ચકચાર જાગી છે. દર્દીને આંખમાં ફંગલ ઇન્ફેકશનથી દેખાવાનું બંધ થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલની કોવીડ હોસ્પિટલમાં ત્રણેક મહિના પહેલા જિલ્લાના 50 વર્ષના વ્યકિતને કોરોના થતાં સારવાર અર્થે દાખલ થયા હતાં. અહીં સારવાર બાદ તેમણે કોરોનાને મ્હાત કરતા ડિસ્ચાર્જ કરાયા હતાં. પરંતુ આ દર્દીને પખવાડિયા પહેલા આંખમાં અંધાપો આવતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતાં.

આ અંગે કોવીડ હોસ્પિટલના નોડલ ઓફીસર ડો.એસ.એસ.ચેટરજીએ જણાવ્યું હતું કે, આ દર્દીને આંખમાં ફંગલ ઇન્ફેકશન થવાથી બંને આંખામાં અંધાપો આવતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. જો કે, આ કેસ બ્રિટનમાં દેખાયેલા નવા કોરોના વાયરસ કે ન્યુકરમાઇક્રોસીસનો ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...