તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જામનગરમાં ઓવરબ્રિજના કામમાં જેટકોની લાઇનમાં પંક્ચર કરતા ધડાકો, 3 મજૂરો દાઝ્યા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત લોકો. - Divya Bhaskar
ઇજાગ્રસ્ત લોકો.
  • બોરીંગ વખતે 2 ફુટના ખાડામાં વાયર ખુલી ગયો

જામનગર શહેરમાં બની રહેલા સૌ પ્રથમ ઓવરબ્રિજના કામને ગૃહણ લાગ્યું હોય તેમ કામ ચાલુ થયા બાદ એક પછી એક વિધ્ન આવી રહ્યા છે, હવે ચાલુ કામે અંડરગ્રાઉન્ડ બોર કરવાના કામ વેળાએ ઇલેકટ્રીક વાયરનો ગુછો ખુલી જતાં થયેલા ધડાકામાં ત્રણ લોકો દાઝી ગયા છે, જેમાંથી એકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. પોલીસે આ અંગે એમએલસી નોંધ કરી આગળની તપાસ માટે સીટી-બી પોલીસને કાગળો સોપી આપ્યા છે.

જામનગર શહેરના વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધી બનનારા ઓવર બ્રિજનું કામ ચાલુ થઇ ગયું છે, જે માટે મહેસાણાની રચના કન્સ્ટ્રકશન કંપનીને કામ આપવામાં આવ્યું છે. આ કંપની દ્વારા સાત રસ્તાથી અંબર ચોકડી સુધીનો બ્રિજ બનાવવા માટે બોરીગ કરવાનું કામ ચાલુ હોય ત્યારે સવારના સાત વાગ્યાની આસપાસ સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી વચ્ચે મેટ મશીનથી બોરીગ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે જેટકોના 66 કેવીના લાઇનને બોરીગ અડી જતાં ઇલેકટ્રીક વાયરનો ગુછડો બહાર નિકળતા મશીન બહાર કાઢી લેવામાં આવ્યું હતું અને તેમાં શું થયું છે તે જોવા કંપનીના ઓપરેટર મનતોસ બિશ્વાસ (ઉ.વ.22), લેબર ઇરફાન જહાગીર (ઉ.વ.19) તથા હેલ્પર મોહજફર રહેમાન (ઉ.વ.19) ખાડામાં વાયરના રૂછડા જોવા જતાં અચાનક તેમાં ધડાકો થતાં ત્રણેય દાઝી ગયા હતાં અને તાત્કાલિક તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જયાં એકની હાલત ગંભીર ગણાવાય રહી છે.

પોલીસે આ અંગે એમએલસી નોંધ કરી તપાસ માટે કાગળાે સીટી-બી ડીવી.ને મોકલી આપ્યા છે. જે બાદ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

અમે રિપોર્ટ મંગાવશું : સીટી એન્જીનિયર
બનાવ અંગે આમ તો મહાનગરપાલિકાને કઇ લેવા દેવા નથી, આ બાબતે કંપનીએ જોવાનું છે, છતાં પણ બનાવ અંગે અમે કંપની પાસેથી રિપોર્ટ મંગાવશી.> શૈલેૅષ જોશી, સીટી એન્જિનયર મહાનગરપાલિકા, જામનગર.

અન્ય સમાચારો પણ છે...