તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:બ્લેક નેક સ્ટ્રોક પક્ષીના 5 માળા જોવા મળ્યાં

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગ્રેટ વાઇટ પેલીકન - Divya Bhaskar
ગ્રેટ વાઇટ પેલીકન
 • વૈશ્વિક સ્તરે અસ્તિત્વ જોખમમાં છે તેવા પક્ષીઓની હાજરી વધી
 • મીઠા અને ખારા પાણીના તળાવનો અદ્દભુત સમન્વય ધરાવતા ખીજડિયા અભયારણ્યમાં શિયાળામાં યાયાવર પક્ષીનો મેળાવડો
 • દેશના જાણીતા ખીજડિયા અભયારણ્યમાં અવનવા પક્ષીઓની સાથે કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નઝારો નિહાળવા ઊમટી પડતા પક્ષી પ્રેમીઓ અને સહેલાણીઓ

જામનગરથી 12 કીલોમીટર દૂર આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય મીઠા અને ખારા પાણીના તળાવનો અદભૂત સમન્વય ધરાવતું હોય અહીંનુ વાતાવરણ, રહેઠાણ, ખોરાક પક્ષીઓને ખૂબજ અનૂકૂળ હોય યાયાવર અને સ્થાનિક પક્ષીઓના જમાવડાના કારણે દેશભરમાં જાણીતું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં અવનવા વિદેશી અને સ્થાનિક પક્ષીઓએ મુકામ કર્યો છે.

ખાસ કરીને વૈશ્વિક સ્તરે જેનું અસતિત્વ જોખમમાં છે તે અને ખીજડિયા અભ્યારણ્ય જેના માટે પ્રખ્યાત છે તે બ્લેક નેક સ્ટોક પક્ષીએ આ વર્ષે અભ્યારણ્યામાં પાંચ માળા બનાવતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. અભ્યારણ્યમાં અવનવા પક્ષીઓની સાથે કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નઝારો નિહાળવા પક્ષીપ્રેમીઓ અને સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

લુપ્ત થતી પ્રજાતિના બ્લેક નેક સ્ટ્રોક અતિ શરમાળ અને સંવેદનશીલ પક્ષી, ખીજડિયા પક્ષીની હેબીટાટ માટે શ્રેષ્ઠ
ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં લુપ્ત થતિ પ્રજાતિના બ્લેક નેક સ્ટ્રોક પક્ષીના પાંચ માળા જોવા મળ્યા છે. આ પક્ષી બાવળની વચ્ચોવચ માળા બનાવે છે. આ પક્ષી અતિ શરમાળ અને સંવેદનશીલ હોય છે. આ પ્રજાતિનું અસતિત્વ બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ રેડ ડેટા લીસ્ટ મુજબ વૈશ્વિક સ્તરે જોખમમાં છે. ખીજડિયા આ પક્ષીની હેબીટાટ માટે શ્રેષ્ઠ હોય જેથી દર વર્ષે વધારો નોંધાઇ રહ્યો છે.

પક્ષી અભયારણ્યમાં લીટલ ગ્રીબ, કોમન પોચાડ, ગડવાલ, લેઝર વ્હસલીંગ, ફેલેમીંગો, પેલીકન, ક્રેન સહિતના પક્ષીઓનો મુકામ
ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં બ્લેક નેક સ્ટ્રોક, ગ્રેસ ક્રેસ્ટેટ ગ્રીબ, લીટલ ગ્રીબ, કોમન પોચાડ, ગડવાલ, લેસર વ્હસલીંગ, કમડક, ગારગેની, ગ્રેલેગગ્રુઝ, વિઝયન, કોમન કુટ, ફેલમીંગો, પેલીકન, ક્રેન, કોમનટીલ, પીનટેલ, સોવેલર, પ્લોવર, પરપલ હેરોન, ગ્રે હેરોન, કાર્ટર, કીંગ ફીશર, સ્પોટબીલ ડક, વોટર હેન, વેસ્ટન રીફ ઇગ્રેટ, કરલીવ સહિત વિવિધ પ્રકારના પક્ષીઓએ મુકામ કર્યો હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો