પર્દાફાશ:જામનગર અને ખંભાળિયામાં રેલવેની તત્કાલ ટિકિટના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું, અધિકારી સહિત બેની અટકાયત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 ફોર્મ અને રૂપિયા 50 હજાર કબજે કરાયા

જામનગર અને ખંભાળિયા રેલવે સ્ટેશન પર તત્કાલ ટિકિટના કાળા બજાર થતા હોવાનું વિજિલન્સ ટીમને ધ્યાનમાં આવતા રાત્રિના સમયે ખંભાળિયા રેલવે સ્ટેશન પર દરોડો પાડયો હતો જ્યાં રેલવે કર્મચારી તેમ જ એક કોન્ટ્રાક્ટર આ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવતા બંનેની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમજ બંને પાસેથી 20 ફોર્મ તેમજ રૂપિયા 50,000 રોકડ કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગરમાં પણ રેલવે પોલીસ દ્વારા ત્રણ દરવાજા વિસ્તારમાં એક ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યું હતો. ત્યારે ત્યાંથી પણ અમુક સાહિત્ય કબજે કરી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું માહિતી મળી રહી છે.

ખંભાળિયા રેલવે સ્ટેશન તત્કાલ ટિકિટના કાળા બજાર થતા હોવાની બાતમી રેલવે વિજિલન્સને મળી હતી જેના આધાર પર વિજિલન્સે દરોડો પાડી એક રેલવે અધિકારી તથા ખાનગી કોન્ટ્રાક્ટરના એક શખ્સની ધરપકડ કરી હતી. વિજિલન્સ સ્કવોડે દરોડા દરમિયાન 20 ફોર્મ તથા કોન્ટ્રાક્ટરના માણસ પાસેથી રૂપિયા 50,000 જપ્ત કર્યા હતા જ્યારે વિજિલન્સે દરોડો પાડયો હતો ત્યારે રેલવે સ્ટેશન ખાતે એકેય પ્રકારની લાઈન ન હોતી અને વિસ ફોર્મ ભરેલા હતા અને આઠ ફોર્મની ટિકિટ પણ એલોટ થઈ ગયેલ હતી. આ લોકો ડમી ટિકિટ કઢાવી લઈ લાગતા વળગતા પાસેથી ઊંચા નાણા વસૂલતા હતા. ઉપરાંત જામનગરમાં ત્રણ દરવાજા પાસે આવેલી એક ટ્રાન્સપોર્ટની પેઢીમાં રેલવેનું ઓનલાઇન બુકિંગ નું કામ ચાલી રહ્યું છે અને પર્સનલ આઈડી મારફતે રેલવેનું ઓનલાઇન બુકિંગ કરીને ટિકિટનું કાળા બજારમાં વેચાણ કરાઈ રહ્યું છે તેવી માહિતી જામનગર રેલવે પોલીસને મળી હતી. તેથી રેલવે પોલીસની ટુકડી ગઈ મોડીરાત્રે ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ એક ટ્રાન્સપોર્ટની પેઢીની અંદર જ રેલવેના લાયસન્સ ધારક એવા બુકિંગ એજન્ટને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમ જ મળતી માહિતી મુજબ હજુ વિગત જાહેર થઈ નથી પરંતુ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી કોમ્પ્યુટર લેપટોપ સહિતના ઉપકરણો કબજે કરવામાં આવ્યા હતા તેમ જ એક વ્યક્તિની અટકાયત કરી લઈ તેની ઊંડાણપૂર્વક તપાસ કરાતી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે

અન્ય સમાચારો પણ છે...