તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • BJP's Victory In Jamnagar Municipal Corporation With 'Fifty', Congress's Exile In Municipal Corporation Has Not Been Completed Even After 25 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્લેષણ:જામનગર મનપામાં ભાજપની 'ફિફટી' સાથે જીત, મનપામાં 25 વર્ષે પણ કૉંગ્રેસનો વનવાસ પૂર્ણ ના થયો, મનપામાં 'આપ' નહીં, 'બસપા'ની એન્ટ્રી

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપની 50 બેઠકો પર જીત
 • કૉંગ્રેસની 11 બેઠકો પર જીત
 • બસપાની 3 બેઠક પર જીત

જામનગર મહાનગરપાલિકામાં વધુ એકવાર ભગવો લહેરાયો છે. ભાજપે 64માંથી 50 બેઠક પર જીત મેળવી છે તો કૉંગ્રેસને 11 અને બસપાને 3 બેઠક મળી છે. તો 'આપ' અને અપક્ષ ખાતું પણ ખોલાવી શક્યા નહીં. જામનગર મનપાના 16 વોર્ડમાંથી 10 વોર્ડમાં તો આખેઆખી ભાજપની પેનલનો વિજય થયો છે. તો વોર્ડ નંબર 4, 13 અને 15માં ભાજપની પેનલ તૂટી છે.

વોર્ડ નંબર 7ના ભાજપના વિજેતા ઉમેદવાર.
વોર્ડ નંબર 7ના ભાજપના વિજેતા ઉમેદવાર.

2015ની સરખામણીએ ભાજપને 12 બેઠકનો ફાયદો

જામનગર મહાનગરપાલિકામાં ભાજપ 2015ની સરખામણીએ 12 બેઠક વધુ જીતવામાં સફળ રહી છે. તો કૉંગ્રેસને 13 બેઠકનું નુકસાન થયું છે, જ્યારે બસપા માટે તો હાલ 'વકરો એટલા નફો' જેવી સ્થિતિ છે. વર્ષ 2015માં ભાજપને 38, કૉંગ્રેસને 24 અને SVPPને 2 બેઠકો મળી હતી.

બસપાના વિજેતા ઉમેદવાર.
બસપાના વિજેતા ઉમેદવાર.

પક્ષપલટો કરી ચૂંટણી લડનારાની ક્યાંક હાર તો ક્યાંક જીત
જામનગર મનપાની ચૂંટણી પહેલાં જ ભાજપમાંથી પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુર, પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન ભારવાડિયા અને રચનાબેન નંદાણિયાએ ભાજપ છોડી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે વોર્ડ નંબર 5માં 'આપ' તરફથી ઉમેદવારી કરી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. તો વોર્ડ નંબર 6માં જ્યોતિબેન ભારવાડિયાએ બસપા વતી ચૂંટણી લડી જીત મેળવી છે. તો વોર્ડ નંબર 4માં રચનાબેન નંદાણિયાએ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી જીત મેળવવામા સફળ રહ્યાં છે.

કૉંગ્રેસના દિગ્ગજો હાર્યા
જામનગર મનપામાં કૉંગ્રેસની એવી તો કારમી હાર થઈ કે ખુદ શહેર કૉંગ્રેસ-પ્રમુખ પણ ચૂંટણી હારી ગયા. વોર્ડ નંબર 2માં ચૂંટણી લડી રહેલા શહેર કૉંગ્રેસ-પ્રમુખ દિગુભા અને તેની પેનલની હાર થઈ....વોર્ડ નંબર 4માંથી ચૂંટણી લડી રહેલા પૂર્વ નેતા વિપક્ષ આનંદ ગોહિલે પણ હારનો સામનો કરવો પડ્યો છે. તો વોર્ડ નંબર 15માં મરિયમબેન સુમરા અને દેવશી આહીરની હાર થઈ છે. કૉંગ્રેસના મોટા ભાગના યુવા ચહેરાઓ પણ પાર્ટીને જીત ના અપાવી શક્યા. વોર્ડ નંબર 3માં શક્તિસિંહ જેઠવા, વોર્ડ નંબર 4માં સુભાષ ગુજરાતી અને વોર્ડ નંબર 5માં રામદેવ ઓડેદરાની હાર થઈ છે.

વોર્ડ નંબર 1ના ભાજપના મુસ્લિમ ઉમેદવાર.
વોર્ડ નંબર 1ના ભાજપના મુસ્લિમ ઉમેદવાર.

સતત બીજી ટર્મમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારો હાર્યા
જામનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 64માંથી પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. વોર્ડ નંબર 1માં 3 અને વોર્ડ નંબર 12માં બે મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જે તમામે હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 1માં ભાજપનાં ઉમેદવાર હુસેનાબેન સંઘાર, ઉમર ચમડિયા અને ફિરોઝ પતાણીની હાર થઈ છે. તો વોર્ડ નંબર 12માં રઉફ ગઢકાઈ અને એજાઝ હાલાની હાર થઈ છે. મહત્ત્વનું છે કે ભાજપે વર્ષ 2015ની ચૂંટણીમાં પણ ગુજરાતની 6 મનપામાં જામનગરમાં સૌથી વધુ 6 મુસ્લિમોને ટિકિટ આપી હતી; જે-તે સમયે પણ તમામ ઉમેદવારો હાર્યા હતા. જોકે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી સમયે વોર્ડ નંબર 1ના કૉંગ્રેસના 3 કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપના દબદબા વચ્ચે જીત મેળવી
જામનગર મનપાના 4,13 અને 15 નંબરના વોર્ડ એવા છે કે જ્યાં ત્રણ-ત્રણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી. અન્ય એક-એક બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જીત મેળવવામાં સફળ રહ્યા છે. વોર્ડ નંબર 4માં રચનાબેન નંદાણિયા, વોર્ડ નંબર 13માં ધવલ સુરેશ નંદાએ તો વોર્ડ નંબર 15માં આનંદ રાઠોડે જીત મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો