તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના વાયદા:જામનગરમાં ભાજપનું સંકલ્પ પત્ર, મીઠા પાણીનું તળાવ બનાવીશું, પાણી વિતરણની સમસ્યા ઉકેલીશું

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય રાત્રી બજાર અને રખડતા ઢોરનું કાયમી નિકાલની વ્યવસ્થાની મુખ્ય વાત રજુ કરી

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા શહેરના વિકાસકામોને આગળ વધારવા અને નવા પ્રોજેક્ટ અમલી બનાવવા અંગેના વચનો સાથેનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. શહેરની સૌથી મોટી સમસ્યા રખડતા ઢોરો છે જેનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કાર્યવાહી કરવાની વાત મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી વિતરણ, રાત્રી બજાર સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. મીઠા પાણીનું તળાવ અને સ્પોર્ટ મ્યુઝિયમ બનાવવાની વાત કરી છે.

મેનિફેસ્ટોમાં શું જાહેરાત કરીઆજરોજ જામનગર શહેર ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ કામ અને પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. બેડી પોર્ટ સુધી અટકી ગયું કામ રીંગ રોડનું કામ પૂર્ણ કરીશું. ઉપરાંત નવા બે ફાયર સ્ટેશનો લાલપુર રોડ ઉપર અને માર્કેટિંગ યાર્ડ ખાતે બેડી મરીન પોલીસ ચોકી સામે એક મીઠા પાણીનું તળાવ બનાવવાનો પ્રોજેક્ટ, સ્પોર્ટ મ્યુઝિયમ બનાવાશે, બાલકનજી બારીવાળી જગ્યા પર ભારત માતાનું મંદિર અને ખગોળીય અવકાશ દર્શન માટે મ્યુઝિયમ બનાવવામાં આવશે, રખડતા ઢોરનો કાયમી નિકાલની વ્યવસ્થા, ગેશી ફાયર સોસ બનાવવાની યોજના, બે નવી લાલવાડી અને ગોકુલનાગર શાળા બનાવવાની યોજના, જરૂરિયાત હોય ત્યાં ક્લિનિકો બનાવવાનું મેનિફેસ્ટોમાં જાહેર કર્યું છે.

જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત, શહેર ભાજપ કાર્યાલય થી કેબીનેટમંત્રી આર.સી. ફરદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા અને પૂર્વ અધ્યક્ષ અને ચૂંટણી ઇન્ચાર્જ હસમુખ ભાઈ હિંડોચા, પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દાસણી, મીડિયા સેલ ના ભાર્ગવભાઈ ઠાકર સહિત પક્ષના આગેવાનો, હોદેદારો સાથે સંકલ્પ પત્ર રજુ કરી, વણથંભી વિકાસયાત્રાનો નગરજનો માટેનો રોડમેપ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો