જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકની ગત ચૂંટણી કરતા ભાજપના જનાધાર એટલે કે મતના વધારામાં 10305 નો તફાવત છતાં બે બેઠક વધુ મળતા ભાજપનો જનાદેશ વધ્યો છે. જયારે કોંગ્રેસે ત્રણેય બેઠક ગુમાવી છે. જામનગરની વિધાનસભાની 5 બેઠક પર વર્ષ-2017 ની ચૂંટણી કરતા ભાજપને 47826 મત વધુ તો કોંગ્રેસને 208123 મત ઓછા મળ્યા છે. પ્રથમ ચૂંટણીમાં આપે જનાધારમાં કોંગ્રેસને પછાડી એક બેઠક મેળવી છે.
જામનગર જિલ્લાની 5 બેઠક પર મતદારોએ આંચકાજનક પરિણામો આપ્યા છે. વર્ષ-2017 ની ચૂંટણીમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાંથી કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામજોધપુર બેઠક પર કોંગ્રેસ તો જામનગર ઉતર અને દક્ષિણ બેઠક પર કમળ ખીલ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપને પાંચેય બેઠક પર કુલ 327226 અને કોંગ્રેસને 311780 મત મળતાં 15446 મતનો તફાવત રહ્યો હતો. જેની સરખામણીએ વર્ષ-2022ની ચૂંટણીમાં ભાજપને પાંચ બેઠક પર 375052 અને કોંગ્રેસને 103657 મત મળતાં 371395 મતનો તફાવત રહ્યો છે.
ગત ચૂંટણી કરતા ભાજપનો જનાધાર 47826 મત વધ્યો છે તો કોંગ્રેસનો 208123 મત ઘટયો છે. વર્ષ-2017 કરતા વર્ષ-2022ની ચૂંટણીના ભાજપના જનાધારમાં વધારામાં ફકત 10305 મત વધુ હોવા છતાં કાલાવડ અને જામનગર ગ્રામ્ય બેઠક ભાજપને મળી છે. જયારે આપે પ્રથમ ચૂંટણીમાં પાંચ બેઠક પર 198628 મતનો જનાધાર મેળવી જામજોધપુર બેઠક પર ભાજપ-કોંગ્રેસને ધોબી પછડાટ આપી છે. કોંગ્રેસનો જનાધાર અને જનાદેશ બંને ઘટતા જામનગર જિલ્લામાં નામુ નખાઈ ગયું છે.
જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર મળેલા મત
બેઠક | વર્ષ-2012 | વર્ષ-2017 | વર્ષ-2022 |
ભાજપ - કોંગ્રેસ | ભાજપ - કોંગ્રેસ | ભાજપ - કોંગ્રેસ | |
કાલાવડ | 49027 42908 | 45134 78085 | 59292 24337 |
જામનગર ગ્રામ્ય | 57195 60499 | 64353 70750 | 73439 18737 |
જામનગર ઉતર | 52194 61642 | 84327 43364 | 88835 23274 |
જામનગર દક્ષિણ | 55894 53032 | 71718 55369 | 86492 23795 |
જામજોધપુર | 75395 47204 | 61694 64212 | 60994 13514 |
જામનગર જિલ્લાની 5 બેઠક પર 1160 મત રદ થયા
જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ છે. જેમાં પાંચ બેઠક પર 1160 મત રદ થયા છે. જેમાં કાલાવડ બેઠક પર 276, જામનગર ગ્રામ્ય બેઠક પર 350, 78-જામનગર ઉતર બેઠક પર 224, જામનગર દક્ષિણ બેઠક પર 205 અને જામજોધપુર બેઠક પર 105 મતનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લામાં કુલ મતનો તફાવત
પક્ષ | 2017 | 2022 | તફાવત |
ભાજપ | 327226 | 375052 | 47826 |
કોંગ્રેસ | 311780 | 103657 | 208123 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.