• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • 'BJP To Give 50 Tickets To Patidars In Assembly Elections, Govt To Give Jobs To Families Of Youths Who Died During Patidar Reservation Movement'

સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન:'વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપે, પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલ યુવકોના પરિજનોને સરકાર નોકરી આપે'

જામનગરએક મહિનો પહેલા
  • '2017માં ભાજપે પાટીદારોને 50 ટિકિટ આપી હતી, 2022માં પણ 50 ટિકિટ આપશે તેવો વિશ્વાસ છે'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના નાના મોટા સમાજ સૌ કોઈ ટિકિટની દાવેદારી કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ આગામી ચૂંટણીમાં ભાજપ પાસે પાટીદાર સમાજ માટે 50 ટિકિટની માગ કરી છે. સાથે પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની પણ સરકાર સમક્ષ માગ કરી હતી.

ધ્રોલમાં યોજાયેલા કાર્યક્રમાં જેરામ વાંસજાળિયા ઉપસ્થિત રહ્યા હતા
ધ્રોલમાં યોજાયેલા કાર્યક્રમાં જેરામ વાંસજાળિયા ઉપસ્થિત રહ્યા હતા

અમને વિશ્વાસ છે કે ભાજપ પાટીદારોને 50 ટિકિટ આપશે-જેરામ વાંસજાળિયા
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ ધ્રોલમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદાર સમાજને 50 ટિકિટ આપશે. લોકશાહીમાં બધાને માગવાનો અને કહેવાનો અધિકાર છે. પાટીદાર સમાજને ગયા ઈલેકશનમાં 50 સીટ ભાજપે આપી હતી. આ વખતે 50 સીટ આપશે તેવી અમને અપેક્ષા છે અને અમે માગણી કરીશું.

'પાટીદાર આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને સરકાર નોકરી આપે'
જેરામભાઈ વાંસજાળિયાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજની રાજ્યમાં મોટી 6 સંસ્થાઓ છે. જેના દ્વારા પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા 14 યુવાનોને 20-20 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તેઓના પરિવારજનોને સરકારમાં નોકરી મળે તે માટે પણ અમારી સરકાર સમક્ષ માગ છે.

'પાસ'એ વિવિધ પક્ષો પાસે 23 ટિકિટની માગ કરી
પાસ સાથે સંકળાયેલા દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, હાલ અમે 23 બેઠકોની જાહેરાત કરી છે. જે અમારી જ્ઞાતિના નેતા હાર્દિક પટેલ, વરૂણ પટેલથી માંડીને બીજા નેતાઓ માટે છે. હાલ તો આ 23 બેઠકો પરથી અમારા યુવાનો ચૂંટણી લડશે તેવી વાત કરી છે, પરંતુ આગામી સમયમાં આ આંકડો વધશે. બાંભણિયાએ જે રીતે પાસના આગેવાનો ચૂંટણી લડશે તેની જાહેરાત કરી છે તે જોતાં સ્પષ્ટ છે કે પાટીદારો હવે રાજકીય પાર્ટીઓ પર દબાણ લાવવા માગે છે અને પોતાના નેતાઓ માટે ટિકિટો અનામત રાખવાનો ઇશારો કરી રહ્યા છે.

ત્રણ મહિના પહેલા રાજકોટમાં કોળી સમાજની બેઠક મળી હતી તેની તસવીર
ત્રણ મહિના પહેલા રાજકોટમાં કોળી સમાજની બેઠક મળી હતી તેની તસવીર

કોળી સમાજે જ્યાં પોતાનું પ્રભુત્વ હોય ત્યાં ટિકિટ માગવાનો નિર્ણય કર્યો હતો
રાજ્કોટમાં ત્રણ મહિના પહેલા મળેલી કોળી સમાજની બેઠકમાં પણ જ્યાં કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે ત્યાં ટિકિટની માગણી કરવાનો નિર્ણય કરાયો હતો.બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યાં સમાજને ગુજરાત સરકારમાં નેતૃત્વ મળે તેવી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ મળે તેવી માગણી કરવામાં આવશે તેવો સૂર ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...