વિરોધ સાથે આંદોલનની ચિમકી:ભાજપ પ્રદેશ પ્રમુખ નિવદેન પાછું ખેંચી માફી માગે, અમારી માગ નહીં સ્વાકારાય તો ગાયો સાથે રસ્તા પર ઉતરીશું

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર માલધારી સેલ કોંગ્રેસે કલેક્ટરને આવદેનપત્ર પાઠવ્યું
  • આવેદનપત્રમાં માફી ઉપરાંત પાંચ માગણીઓની રજૂઆત કરવામાં આવી

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અમદાવાદમાં કરેલા નિવેદનનો જામનગર માલધારી સેલ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા આ નિવેદનને લઇને માફી માગવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે અને જો માફી માગવામાં નહીં આવે તો ગાયોને રસ્તા પર ઉતરાવા સહિત આંદોલનની ચીમીક ઉચ્ચારી છે.

કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છેકે, 1 ઓક્ટોબરના રોજ અમદાવાદના નિકોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આપેલું નિવેદન અશોભનીય છે. આ નિવેદનથી માલધારી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમજ માલધારી સમાજની રોજીરોટી છીનવવાની વાત કરવામાં આવી છે. આ અંગે સીઆર પાટીલે માલધારી સમાજની માફી માગવી જોઇએ.

આવેદનપત્રમાં વધુમાં જણાવવામમાં આવ્યું છેકે, અમારુ પશુધનથી કોઇ નિર્દોષ રાહદારી અકસ્માતનો ભોગ બને એ અમને પણ ગમતી વાત નથી. આ બાબતે અમારી નીચેની માગણીઓ સ્વીકારી આઠ દિવસમાં નિર્ણય લેવામાં આવે તો અમે ખાતરી આપીએ છીએ કે અમારી ગાયો રોડ પર નહીં આવે.

શું છે માગણીઓ1.) મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગાયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે.2.) ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવાનું બંધ થવું જોઇએ.3.) ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવે. 4.) ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે.5.) સરકારની રહેમરાહે ચાલતા કતલખાનાઓ બંધ કરવામાં આવે.

આવેદનપત્રમાં જણાવાયું છેકે, માલધારી સમાજની માગણી છેકે, ભાજપના પ્રદેશ પ્રમુખે જે નિવેદન કર્યું છે તે અયોગ્ય છે. માટે આ નિવેદનથી માલધારી સમાજને ખુબ દુઃખ થયું છે. તો આ સમાજની માફી માગી શબ્દો પાછા ખેંચી સમાજના પ્રશ્નોને હલ કરવામાં આવે નહીતર આવનારા સમયમા ગાયો સાથે માલધારી સમાજ પણ રોડ પર ઉતરશે. માલધારી શહેર જામનગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઈ નારણભાઈ લુણા અને શહેર જિલ્લા કિસાન સેલ કોંગ્રેસ ઉપપ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો આવેદનપત્ર પાઠવવામાં અને વિરોધ કરવામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...