તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પક્ષ ધગ્યો:ભાજપ કાંઇ કરતો નથી એટલે પહેલી એપ્રિલથી બાળમજૂરી મામલે અમે ઝુંબેશ ચલાવીશું : વિપક્ષનો આક્રોશ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાળમજુરી મામલે જાતે ત્રાટકશે

જામનગર શહેરમાં અનેક ઔદ્યોગિક એકમો અને દુકાનોમાં નાના ભૂલકાઓ બાળમજૂરી કરી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ દૂષણ વ્યાપકપણે ફૂલીફાલી રહ્યું છે ત્યારે મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરે આ મામલે આગામી 1લી એપ્રિલથી વિપક્ષ દ્વારા બાળમજૂરો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવશે અને જનતા દરોડા પાડીને બાળમજૂરી કરાવનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કરતા રાજકીય આલમમાં સારી એવી ચર્ચા જાગી છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, બધા પોતાના પદ અને જગ્યા પર ગોઠવાઈ ગયા છે. હજુ પણ મહાપાલિકાના કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર થયું નથી, પરંતુ વિરોધ પક્ષે પોતાનું કામ શરૂ કરી દીધુ છે. શહેરમાં હોટલો, દુકાનો, કારખાના, ઔદ્યોગિક એકમો વગેરેમાં અનેક બાળમજૂરો કામ કરી રહ્યા છે જે મુદ્દે તંત્રની નિરસતાના કારણે બાળમજૂરી ગુનો હોવા છતાં લોકો તેને કરાવવા માટે અટકતા નથી ત્યારે હવે આ મુદ્દે વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફીએ તંત્રને ચીમકી આપી છે કે, આગામી તા.1લી એપ્રિલથી વિરોધ પક્ષ આવા બાળમજૂરી કરાવનાર તત્વો પર તૂટી પડશે અને તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. તેમણે બાળમજૂરી કરાવનાર લોકોને પણ 5 દિવસનો સમય આપી આખરી ચેતવણી આપી છે જે બાદ વિરોધ પક્ષ આવા એકમો ઉપર જનતા દરોડો પાડી કાર્યવાહી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો