ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:જામનગરના ધુતારપર ગામમાં ભાજપ-કૉંગ્રેસ પ્રેરિત પેનલો વચ્ચે કાંટે કી ટક્કર, 2 સરપંચના ઉમેદવારો સહિત 22 ઉમેદવારોનું ચૂંટણી મેદાનમાં

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી, રસ્તા અને ગટરના પ્રશ્નો મહત્વના રહેશે
  • વિકાસના નામે મત માગી રહ્યા છે ઉમેદવારો

જામનગરના ધુતારપર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી હોય રાજકીય માહોલ ગરમાયો છે. અહીં ભાજપ અને કૉંગ્રેસ પ્રેરિત વચ્ચે સીધી ટક્કર હોય વિધાનસબા ચૂંટણી જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. બંને પક્ષોના નેતાઓ પોતાની સમર્થિત પેનલને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે.

ધુતારપર ગામમાં સરપંચ પદ મહિલા અનામતઆ વખતે ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ મહિલા અનામત હોવાથી બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. સરપંચ પદે મીતાબેન રાકેશભાઈ ગલાણી અને કાજલબેન હાર્દિકભાઈ કાછડિયા વચ્ચે જંગ જામ્યો છે.

10 વોર્ડમાં 20 સભ્યો વચ્ચે સીધી ટક્કર
ધુતારપર ગ્રામ પંચાયતમાં 10 વોર્ડ આવેલા છે. અહીં બે સરપંચના ઉમેદવાર ઉપરાંત 10 વોર્ડમાં કુલ 20 સભ્યો વચ્ચે સીધી ટક્કર છે. આ તમામ ઉમેદવારોનું ભાવિ 19 તારીખે મતપેટીમાં સીલ થશે.

3100 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
ધુતારપર ગામની વસતી 5500ની છે. જેમાં 3100 મતદારો છે જેઓ મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં હાલ બંને પેનલ રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી સુવિધાઓના નામે લડી રહી છે.

બંને પેનલ દ્વારા જીતનો દાવો કરવામા આવ્યો
​​​​​​​
ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ધુતારપર ગ્રામ પંચાયતમાં ચૂંટણી લડી રહેલી બંને પેનલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. પોતાની પેનલની જીત બાદ ગામમાં પ્રાથમિક સુવિધાઓ મજબૂત કરવાના વચનો આપવામા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...