તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યૂહરચના:જામનગર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જાહેર ધારાસભ્યના પુત્ર સહિત 7ની બાદબાકી, 22 નવા ચહેરા

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતમાં સત્તા કબજે કરવા મહાનગરપાલિકાની જેમ નો-રિપિટ અને નવા મુરતિયાની થિયરી ભાજપે અપનાવી
 • ભારે ખેંચતાણ બાદ નામો જાહેર કરાયા, આંતરિક જૂથવાદની શક્યતા

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ગુરૂવારે ભાજપ મોવડી મંડળે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે જેમાં ધારાસભ્યના પુત્ર સહિત 7ના નામની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે 22 નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા કબજે કરવા મહાનગરપાલિકાની જેમ નો-રિપિટ અને નવા મુરતિયાની થિયરી અપનાવી છે.

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયે ગુરૂવારે જિલ્લા પંચાયતની 24 બેઠકોના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ હતી. ગત ચૂંટણીમાં ભાજપના 7 સભ્યો ચૂંટાયા હતા. જ્યારે ધારાસભ્ય રાઘવજી પટેલની સાથે તેના પુત્ર સહિત બે સભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા. આથી જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ 9 થયું હતું, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સત્તા કબજે કરવા ભાજપે મનપાની જેમ નો-રિપિટ થિયરી અપનાવી છે અને માત્ર બે જ સભ્યોને રિપિટ કર્યા છે.

ત્યારે 22 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે જેના પત્તા કપાયા જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈની સાથે ભાજપમાં જોડાયેલા તેના પુત્ર અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જયેન્દ્ર મુંગરાની બાદબાકી કરવામાં આવી છે. આ જ રીતે ભાજપમાં જોડાયેલા પૂર્વ કારોબારી સમિતિના અધ્યક્ષ રસિક કોડીનારિયાની ટિકિટ પણ કપાઈ છે.

તદઉપરાંત ગોવુભા જાડેજા, જેઠાભાઈ મોરી, ગીતાબા જાડેજાની બાદબાકી કરવામાં આવી છે. હાલારની બન્ને જિલ્લા પંચાયતમાં ભારે ખેંચતાણ બાદ ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે ત્યારે મહાપાલિકાની જેમ જ પંચાયતની ટિકિટમાં જેમના પત્તા કપાયા છે તેઓ બળવો કરે તો નવાઈ નહી, સાથે-સાથે આંતરિક જૂથવાદની શક્યતા પણ નકારી શકાતી નથી.

લાખોટા તળાવ પર નાગરિકોના શપથ ‘અમે મતદાન અવશ્ય કરીશું !’
જામગનરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લાખોટા તળાવ પર યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગશિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં યોગ કરી શરીર અને મનને તંદુરસ્ત રાખવાની સાથે તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવા મતાધિકારનો સદઉપયોગ કરવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ તકે લોકોએ અવશ્ય મતદાન કરીશના શપથ લીધા હતાં. કાર્યક્રમમાં સ્વીપના નોડલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, શિક્ષણ નિરીક્ષક બીનાબેન દવે સહિત યોગ નિદર્શકો ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગર જિલ્લા પંચાયતના ઉમેદવારો

ક્રમસીટનું નામઉમેદવારનું નામ
1આમરાનયનાબેન રણછોડભાઈ પરમાર
2અલિયાકમલેશભાઈ નારણભાઈ ધમસાણિયા
3બેડમનિષાબેન મહેશભાઈ કણઝારિયા
4ચેલાસંગીતાબેન ચંદુભા કેર
5ધુંવાવહસમુખભાઈ છગનભાઈ કણઝારિયા
6ધુતારપરભરતભાઈ ગોરધનભાઈ બોરસદિયા
7ખીમરાણાભાવનાબેન નંદલાલભાઈ ભેંસદડિયા
8મોરકંડાડો. વિનોદ ડાયાભાઈ ભંડેરી
9જોડિયાધરમશી રામજીભાઈ ચનિયારા
10પીઠડચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા
11લતીપરપ્રવીણાબેન મનસુખભાઈ ચભાડિયા
12ખારવાલગધીરસિંહ રતુભા જાડેજા
13ખંઢેરાજાહેર થયું નથી
14નિકાવાનાનજીભાઈ લીંબાભાઈ ચોવટિયા
15ખરેડીરસીલાબેન અશોકભાઈ સરધરા
16નવાગામગોમતીબેન મેઘજીભાઈ ચાવડા
17ભણગોરકરશનભાઈ ભીખાભાઈ ગાગિયા
18લાલપુરહિરજીભાઈ ચનાભાઈ ચાવડા
19પીપરટોડાવિનોદભાઈ ધરમશીભાઈ વાડોદરિયા
20સીંગચહુલ્લાસબા સુરેન્દ્રસિંહ જાડેજા
21મોટી ગોપકુસુમબેન રાજાભાઈ નંદાણિયા
22શેઠવડાળાકુંદનબેન અશોકભાઈ ચોવટિયા
23ગીંગણીમયબેન ગલાભાઈ ગલચર
24સતાપરહર્ષદીપ પ્રભુદાસ સુતરિયા

દ્વારકા જિલ્લા પંચાયતના ઉમેદવારો

ક્રમસીટનું નામઉમેદવારનું નામ
1બજાણાજાહેર થયું નથી
2ભાડથરજાહેર થયું નથી
3ચારબારારિદ્ધિબા શક્તિસિંહ જાડેજા
4ધરમપુરસંજય હરિભાઈ નકુમ
5હર્ષદપુરજાહેર થયું નથી
6શક્તિનગરજીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયા
7વડત્રાજાહેર થયું નથી
8વાડીનારબહાદુરસિંહ હરિસિંહ વાઢેર
9ભાટિયાવિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરા
10ભોગાતજશુબેન વિજયભાઈ ચાવડા
11ધતુરિયાખીમાભાઈ ભીમાભાઈ ભોચિયા
12કલ્યાણપુરજાહેર થયું નથી
13લાંબારણમલભાઈ લખુભાઈ માડમ
14નંદાણાલાભુબેન જગાભાઈ ચાવડા
15રાણમોહનભાઈ નાથાભાઈ સોનગરા
16બરડિયારમાબેન લુણાભાઈ સુમાણિયા
17મીઠાપુરરીટાબેન વનરાજભા માણેક
18વરવાળાજેઠાભાઈ કરશનભાઈ હાથિયા
19વેરાડજાહેર થયું નથી
20સણખલારાજીબેન વિરાભાઈ મોરી
21મોટા કાલાવડદેવશીભાઈ લખમણભાઈ કરમુર
22ઢેબરરતનબેન મેઘજીભાઈ પીપરોતર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો