તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જામનગર જિલ્લામાં પંચાયમાં 88 અને તાલુકા પંચાયતોમાં 359 ફોર્મ માન્ય ખંભાળિયાની સામોર બેઠકમાં મેન્ડેટ ન હોવાથી ભાજપનું ફોર્મ રદ

જામનગર/ખંભાળિયા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિક્કા નગરપાલિકાની 28 બેઠક માટે 85 નામાંકન પત્ર મંજૂર
 • પંચાયતો-પાલિકાની ચૂંટણી માટે કુલ 866 ફોર્મ ભરાયા હતા

જામનગર જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીના અંતે જિલ્લા પંચાયતમાં 88 અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં 359 ફોર્મ માન્ય રહ્યા હતાં. સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે 85 નામાંકન પત્ર મંજૂર થયા છે. પંચાયતો અને પાલિકાની ચૂંટણી માટે કુલ 866 ફોર્મ ભરાયા હતાં. જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 152, તાલુકા પંચાયતોની 112 બેઠક માટે 597, જામજોઘપુર પાલિકાના વોર્ડ નં.7 ની પેટાચૂંટણી માટે 6 અને સિકકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 111 ફોર્મ ભરાયા હતાં. સોમવારે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થઇ હતી.

જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં 88, તાલુકા પંચાયતોમાં 359, સિકકા નગરપાલિકામાં 85 અને જામજોઘપુર પાલિકાની પેટાચૂંટણીમાં 5 ફોર્મ માન્ય રહ્યા હતાં. મંગળવારે ઉમેદવારી પત્રની ચકાસણી બાદ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.

દ્વારકા જિલ્લામાં પંચાયત, પાલિકાની ચૂંટણીમાં 713માંથી 467 ફોર્મ માન્ય : આજે નામાંકન પત્ર પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે
દ્વારકા જિલ્લામાં પંચાયતો અને પાલિકાની ચૂંટણીમાં ફોર્મની ચકાસણીના અંતે 713માંથી 467 ફોર્મ માન્ય રહ્યા છે. ખંભાળિયા તા.પં.ની સામોર બેઠકમાં મેન્ડેટ ન હોવાથી ભાજપનું ફોર્મ રદ થયું છે. મંગળવારે નામાંકન પત્ર પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં કુલ 713 ઉમેદવારોના ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જેમાં જિ. પં.માં 113, ચારેય તા.પં.માં 351 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ખંભાળીયા પાલિકામાં 120, રાવલ પાલિકામાં 113, ઓખા પાલિકામાં 3 અને સલાયા પાલિકામાં 13 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 713માંથી 467 ઉમેદવારો માન્ય રહ્યા હતા. ખંભાળીયા તાલુકામાં 18-સામોર તાલુકા પંચાયત બેઠક પર મજુંબેન મેરામણભાઈ નંદાણીયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેણીના ફોર્મની ચકાસણીમાં ભાજપનું મેન્ડેટ રજૂ ન થયું ન હોય ફોર્મ રદ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો