ચૂંટણીમાં જામનગર નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દ્રારકા જિલ્લામાં અમિત શાહ અને યોગી આદિત્યનાથની સભા ભાજપના ઉમેદવારને મળી છે. કાલાવડ અને જામનગર ગ્રામ્ય, ખંભાળિયા, દ્રારકા બેઠક ભાજપે કબ્જે કરી છે. જામનગર શહેરમાં કેજરીવાલનો રોડ શો અસરકાર રહ્યો નથી. કારણ કે, જામનગરની બેમાંથી એક પણ બેઠક ભાજપને મળી નથી.
ભાજપના મંત્રી, ધારાસભ્યની આબરૂ જળવાઇ, કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ઘરભેગા
વિધાનસભાની ઉતેજનાસભર ચૂંટણીના પરિણામ પણ ચોંકાવનારા રહ્યા છે. કારણ કે, મતદારોમાં અન્ડર કરંટથી ભાજપને ચિંતા હતી તો કોંગ્રેસ ગડમથલ અને આપમાં મૂંઝવણ હતી. પરંતુ હાલારની 7 બેઠક પૈકી જામનગર ગ્રામ્ય પર કૃષિ મંત્રી રાઘવજી પટેલ, દ્વારકાની બેઠક પર પબુભા માણેકનો પુન: વિજય થતાં બંને ધારાસભ્યની આબરૂ જળવાઇ છે. જયારે કાલાવડ બેઠક પર પ્રવીણભાઇ મૂસડિયા, જામજોધપુર બેઠક પર ચિરાગ કાલરિયા અને ખંભાળિયા બેઠક પર વિક્રમ માડમનો પરાજય થતાં કોંગ્રેસના ત્રણેય ધારાસભ્ય ઘરભેગા થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.