તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારી શરૂ કરી ચૂંટણી લક્ષી જવાબદારી નક્કી કરી તે અંગેની નિમણૂક કરી દેવાઇ છે.પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લામાં ઈન્ચાર્જ તરીકે ધનસુખ ભંડેરી અને જયેશ રાદડિયાની નિમણૂક કરી દેવામાં આવી છે. સ્થાનિક કક્ષાએથી ચૂંટણી ઈન્ચાર્જ તરીકે હસમુખ હિંડોચા, અમીબેન પરીખને જવાબદારી અપાઇ છે. શહેરના કુલ ૧૬ વોર્ડમાં પણ ઈન્ચાર્જ મૂકાયા છે. વોર્ડ નં. 1માં ઈન્ચાર્જ તરીકે સંજય મકવાણા, વોર્ડ નં.2માં મેરામણ ભાટુ અને અભેસિંહ ચંદુભા ગોહિલ, વોર્ડ નંબર ૩મા નીતિન રતિલાલ સોલાણી અને ભાવેશ કાનાણી તેવી જ રીતે વોર્ડ નં.4માં કેતન જોષી અને સામતભાઈ પરમાર, વોર્ડ નં.5માં આશિષ કંટારિયા અને સુભાષ પરમાર, વોર્ડ નં.6માં અશ્વિન પંડ્યા અને બાલુ ચાવડા, વોર્ડ નં.7માં ચંદુભાઈ કાછડિયા અને
મનસુખભાઈ મહેતા, વોર્ડ નં.8માં સંજય બચુભાઈ મુંગરા અને સંજય ગઢિયા, વોર્ડ નં.9માં નીતિનકુમાર ચૌહાણ અને જીલુભાઈ મકવાણા, વોર્ડ નં.10માં પી.ડી. રાયજાદા અને જયેશભાઈ જેઠવા, વોર્ડ નં.11માં સંજય ચુડાસમા અને પ્રવિણ પરમાર, વોર્ડ નં.12માં અનિલપુરી ગોસાઈ, વોર્ડ નં.13માં દિવ્યેશ અકબરી અને કિરીટ છાપિયા, વોર્ડ નં.14માં પરસોત્તમભાઈ કકનાણી અને નાનજીભાઈ નાખવા, વોર્ડ નં.15માં અશોકકુમાર બશિયર અને અવિનાશભાઈ ભટ્ટ તેમજ વોર્ડ નં.16માં મુકેશકુમાર લાલવાણી અને શૈલેષ મારૂને આ જવાબદારી સોંપવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.