તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે ભાજપે 64 ઉમેદવારો જાહેર કર્યા, 32 મહિલાઓને ટિકિટ અપાઈ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક વોર્ડમાં 2 પુરુષ અને 2 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી
 • 18 કોર્પોરેટરને રિપિટ કરવામાં આવ્યા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 16 વોર્ડ માટે 64 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાંથી 32 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. દરેક વોર્ડમાં 2 પુરુષ અને 2 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 18 જેટલા કોર્પોરેટરને રિપિટ કરવામાં આવ્યા છે.

ચાર પૂર્વ કોર્પોરેટરના પરિવારને ટિકિટ અપાઈ
જામનગરમાં અસંતોષ ડામવા માટે કેટલાક સભ્યોના પરિવારને ટિકિટ આપવામાં આવી છે. જેમાં મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાને વોર્ડ નં. 10માં ટિકિટ અપાઈ છે. વોર્ડ નં. 8માં યોગેશ કણઝારીયાના પત્ની સોનલ કણઝારીયાને, વોર્ડ નં. 11માં જશરાજ પરમારના પુત્ર તપન પરમારને અને વોર્ડ નં. 10માં નટુ રાઠોડના પત્ની આશા રાઠોડને ટિકિટ આપવામાં આવી છે.

પોતાના ઉમેદવારને ટિકિટ મળતા કાર્યકરો ગેલમાં
જામનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ જે ટિકિટ વાંચ્છુને ઉમેદવારી નથી મળી તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. જ્યારે યાદીમાં પોતાના મનગમતા ઉમેદવારનું નામ જોવા મળતા એ સમર્થકો ગેલમાં આવી ગયા છે અને હવે એડી ચોંટીનું જોર લગાવીને પોતાના ઉમેદવારને વિજયી બનાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

જામનગરના આ દિગ્ગજોને ભાજપે નવરા કરી દીધા!
જામનગર મહાનગરપાલિકાની ભાજપની બુધવારે જાહેર થયેલી યાદીમાં મહાનગરપાલિકાના વર્ષોથી ચહેરા ગણાતા અને અનેક પદો ભોગવી ચૂકેલા કોર્પોરેટરોને ભાજપે ટિકિટ ન આપીને નવરા કરી દીધા છે જેમાં કરશનભાઈ કરમુર, હસમુખ જેઠવા, દિનેશભાઈ પટેલ, કમલાસિંઘ રાજપૂત, મેરામણ ભાટુ, પ્રવીણભાઈ માડમ, ભરત મહેતા, જશરાજ પરમાર, મનિષભાઈ કનખરા, પ્રતિભાબેન કનખરા, દિનેશભાઈ ગજરા અને અતુલ ભંડેરી સહિત અનેકને ટિકિટ ન આપીને ભાજપે નવરા કરી દીધા છે.

સિનિયરોને કાપ્યા પણ તેના પરિવારજનોને ટિકિટ આપી સાચવી લીધા
જામનગર મહાપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપે અનેક સિનિયર નેતાઓને કાપી નાખ્યા, સામે અમૂકના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી જેમાં પૂર્વ મેયર હસમુખ જેઠવાને ટિકિટ ન આપી તેના પુત્ર પાર્થને ટિકિટ આપવામાં આવી તેવી જ રીતે જશરાજ પરમારના બદલે તેના પુત્ર તપનને ટિકિટ આપવામાં આવી. ગત ટર્મમાં પત્નીને ટિકિટ અપાઈ હતી, આ વખતે પતિને ટિકિટ આપવામાં આવી જેમાં ભાયાભાઈ ખીમાણંદ ડેરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ગત ટર્મમાં યોગેશભાઈ કણઝારિયાને ટિકિટ આપવામાં આવી હતી તેના બદલે આ વખતે તેની પત્ની સોનલબેનને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે 16 વોર્ડના 64 ઉમેદવારો જાહેર કર્યા
​​​​​​​બેડી વોર્ડ નં.1

મનિષાબેન અનિલભાઈ બાબરિયા
હુસેનાબેન અનવર સંઘાર
ઉંમરભાઈ ઓસમાણભાઈ ચમડિયા
ફિરોઝભાઈ હુસેનભાઈ પાતાની

​​​​​​​રામેશ્વરનગર વોર્ડ નં.2
દિશાબેન અમીરભાઈ ભારાઈ
ડિમ્પલબેન જગતભાઈ રાવલ
જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા
જયરાજસિંહ જાડેજા

​​​​​​​પટેલ કોલોની વોર્ડ નં.3
અલ્કાબા વિક્રમસિંહ જાડેજા
પન્નાબેન રાજેશભાઈ કંટારિયા
પરાગભાઈ પોપટભાઈ પટેલ
સુભાષભાઈ જોષી

નવાગામ ઘેડ વોર્ડ નં.4
ભાનુબેન દેવશીભાઈ વાઘેરા
જડીબેન નારણભાઈ સરવૈયા
કેશુભાઈ મેરૂભાઈ માડમ
પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા

​​​​​​​પાર્ક કોલોની વોર્ડ નં.5
બિનાબેન અશોકભાઈ કોઠારી
સરોજબેન જયંતિભાઈ વિરાણી
કિશનભાઈ માડમ
આશિષભાઈ જોષી

દિગ્જામ કોલોની વોર્ડ નં.6
રમાબેન બાબુભાઈ ચાવડા
જયુબા અનિરુદ્ધસિંહ ઝાલા
ભાયાભાઈ ખીમાણંદ ડેર
દીપકસિંહ એ. ચૌહાણ

રણજીતનગર વોર્ડ નં.7
લાભુબેન કનુભાઈ બંધિયા
પ્રભાબેન કિશોરભાઈ ગોરેચા
અરવિંદભાઈ વલ્લ્ભભાઈ સભાયા
ગોપાલભાઈ ગોવર્ધનભાઈ સોરઠિયા

​​​​​​​મેહુલનગર વોર્ડ નં.8
સોનલબેન યોગેશભાઈ કણઝારિયા
તૃપ્તિબેન સુનિલભાઈ ખેતિયા
કેતનભાઈ વેલજીભાઈ ગોસરાણી
દિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરી

ચાંદી બજાર વોર્ડ નં.9
ધરમીનાબેન ગુણવંતભાઈ સોઢા
કુસુમબેન હરિહરભાઈ પંડ્યા
ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી
નિલેશભાઈ કગથરા

​​​​​​​ભોઈનો ઢાળિયો વોર્ડ નં.10
આશાબેન નટુભાઈ રાઠોડ
ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢા
મુકેશભાઈ ગાંગજીભાઈ માતંગ
પાર્થભાઈ હસમુખભાઈ જેઠવા

​​​​​​​ગુલાબનગર વોર્ડ નં.11
હર્ષાબેન હિનલભાઈ વિરસોડિયા
તરૂણાબેન ભરતભાઈ પરમાર
ધર્મરાજસિંહ જાડેજા
તપન જશરાજ પરમાર

પટ્ટણીવાડ વોર્ડ નં.12
અંજલીબેન ભાવેશભાઈ પરમાર
સોનલબેન પ્રકાશભાઈ રાઠોડ
રઉફભાઈ અલારખાભાઈ ગઢકાઈ
એજાઝ અબ્દુલસતાર હાલા

હવાઈ ચોક વોર્ડ નં.13
પ્રવીણાબેન જેરામભાઈ રૂપાળિયા
બબીતાબેન મુકેશભાઈ લાલવાણી
મોહિત મુકેશભાઈ મંગી
કેતનભાઈ જયંતિભાઈ નાખવા

​​​​​​​દિગ્વિજય પ્લોટ વોર્ડ નં.14
શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા
લીલાબેન ભદ્રા
જીતેશભાઈ વિનોદભાઈ શીંગાળા
મનિષભાઈ પરસોત્તમભાઈ કંટારિયા

​​​​​​​શંકરટેકરી વોર્ડ નં.15
શોભાબેન રસિકભાઈ પઠાણ
હર્ષાબા પ્રવીણસિંહ જાડેજા
જયેશભાઈ લાધાભાઈ ઢોલરિયા
જયંતિભાઈ મંગાભાઈ ગોહિલ

સાધના કોલોની વોર્ડ નં.16
ગીતાબા મહાવીરસિંહ જાડેજા
ભારતીબેન અશોકભાઈ ભંડેરી
વિનોદભાઈ નાથાભાઈ ખીમસુરિયા
પાર્થભાઈ પરસોત્તમભાઈ કોટડિયા

ભાજપે જાહેર કરેલા જામનગર મનપાના ઉમેદવારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો