તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જન્મ અને મરણના પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1-10-2020 થી થયેલી તમામ નોંધણીના પ્રમાણપત્ર ડાઉનલોડ થશે

રાજય સરકાર દ્વારા જન્મ અને મરણના પ્રમાણપત્ર ઘરબેઠા ઓનલાઇન ડાઉનલોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.1-10-2020 થી થયેલી તમામ નોંધણીના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા રાજય સરકારના વેબ પોર્ટલ e olakh માં કરવામાં આવી છે.

આ નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવની નોંધ આ પોર્ટલમાં કરવામાં આવે છે. હાલની કોરોનાની સ્થિતિને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા આ પોર્ટલમાંથી લોકો ઘરબેઠા જન્મ કે મરણના પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેવામાં પ્રમાણપત્ર ફકત ડાઉનલોડ કરી શકાશે કોઇ સુધારા કરી શકાશે નહીં.

ડાઉનલોડ કરવાની કાર્યપધ્ધતિ
-મોબાઇલ કે કોમ્પ્યુટરમાં https://eolakh.gujarat.gov.in ની સાઇટ ખોલવાની રહેશે.
-સાઇટ ઓપન કરતા હોમ પેઇજ પર સીટીઝન સેન્ટરમાંથી ડાઉનલોડ સર્ટીફીકેટમાં કલીક કરો.
-જે પ્રમાણપત્ર જોઇતું હોય તે સિલેકટ કરવાનું રહેશે.
-પસંદગી કર્યા બાદ કેવી રીતે શોધવું જેમ કે મોબાઇલ નંબર અથવા એપ્લીકેશન નંબર પૈકી કોઇ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે.
-ડાઉનલોડ કરવાનો વિકલ્પ આવશે. જે ડાઉનલોડ કર્યાથી પ્રમાણપત્ર મોબાઇલ કે કોમ્પ્યુટરમાં તૈયાર થશે.
-રજીસ્ટર મોબાઇલ નંબર હોસ્પિટલમાં ચોકકસ દાખલ કરવો અથવા હોસ્પિટલ પાસેથી એપ્લીકેશન નંબર મેળવી લેવો. જેથી ડાઉનલોડમાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...