કાર્યક્રમ:જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર ક્લબ દ્વારા પક્ષી નિર્દેશન કાર્યક્રમ યોજાયો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણમલ તળાવ પર પક્ષીની માહિતી મેળવવા વહેલી સવારમાં 100થી વધુ પક્ષીપ્રેમીઓ ઉમટ્યા

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર ક્લબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં શહેરભરમાંથી અનેક પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

જામનગરના રણમલ તળાવ ખાતે યોજવામાં આવેલા પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ઉપસ્થિત 100થી વધુ પક્ષીપ્રેમીઓનું સ્વાગત લાખોટા નેચર ક્લબના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પક્ષીઓને માહિતી જામનગરના જાણીતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા અને હિરેન ખમભાયતા દ્વારા આપવામાં આવી હતી.

જામનગરનું રણમલ તળાવ દેશ વિદેશના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળી રહેતી હોય છે. અહીં 130થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ જોવા મળે છે.

તાજેતરમાં આવેલા વરસાદ બાદ તળાવ છલોછલ ભરાય ગયું હોય પક્ષીઓ પણ વધુ સંખ્યામાં બચ્ચા સાથે જોવા મળે છે. હાલ કોરમોરેન, કોમડક, કુટ, પરપલ હેરન, સિગલ, કેસ્ટેડ ગ્રીબ અને ટન, કિંગ ફિશર, બ્લેક આઈબીશ વગેરે જોવા મળે છે.

લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા આયોજિત પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા 100થી વધુ યુવા પક્ષી પ્રેમીઓએ પક્ષીઓના ખોરાક તેમની ટેવ અને કલર વિશે માહિતી મેળવી હતી. આ પ્રોજેકટને સફળ બનાવવા કલબના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ કમલેશ રાવત, સુરજ જોષી, ખજાનચી જય ભાયાણી, સહમંત્રી મયુર નાખવા, વૈભવ ચુડાસમા, શબિરર વીજળીવાળા, મંયક સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, સંજય પરમાર, અરુણકુમાર રવિ, જીત સોની અને નીરવ રામ્યા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...