તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:શહેરમાં 4.86 લાખનું બાયોડીઝલ ઝબ્બે

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાપા માર્ગ પર એસઓજી અને પુરવઠા તંત્રનો ગેરેજના વાડામાં આકસ્મિક દરોડો

જામનગર શહેરની ભાગોળે હાપા માર્ગ પર એસઓજી પોલીસે વહીવટીની ટીમોને સાથે રાખી એકગેરેજના વાડામાં દરોડો પાડી 4.86 લાખના આઠ હજાર લીટર બાયોડીઝલ(એલડીઓ)નો અનઅધિકૃત જથ્થો પકડી પાડી રીફલીંગ સામગ્રી સહિત રૂ.5.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને ગેરેજ સંચાલકની અટકાયત કરી સધન તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં એસઓજીના પીઆઇ કે.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને ગુલાબનગર ઓવરબ્રિજથી આગળ હાપા માર્ગ પર એક ગેરેજમાં અનઅધિકૃત બાયોડીઝલ(એલડીઓ) પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરી રીફલિંગ કરી વેચાણ કરાતુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે શહેર મામલતદાર સહિતની ટીમને સાથે રાખી ઉકત સ્થળે દરોડો પાડયો હતો. જે દરોડા વેળાએ અનઅધિકૃત બાયોડીઝલનુ રીફલિંગનુ કારસ્તાન માલુમ પડતુ હતુ.આથી આથી એસઓજી પોલીસે ગેરેજના સંચાલક હાર્દિક સુરેશભાઇ માખેલાને પકડી પાડી રૂ.4.86 લાખનો આઠ હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઉપરાંત ઇલે.મોટર, ભુગર્ભ ટાંકી વગેરે સહિત રૂ.5.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને વાડાધારક ગેરેજ સંચાલક સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમધારા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો