અકસ્માત:લાલપુરમાં ટ્રકની ઠોકરે બાઇકચાલકનું મોત

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટીરાફુદળના આઘેડે જીવ ગુમાવ્યો
  • પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધખોળ

લાલપુર તાલુકા મથકે ડુંગળીના કારખાના પાસે ગોલાઇ પર પૂરઝડપે દોડતા એક ટ્રકે જોરદાર ઠોકર મારતા મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું હતું. પોલીસે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે ડુંગળીના કારખાના પાસે ગઇકાલે સાડા બારેક વાગ્યાના સુમારે પૂરઝડપે દોડતા જીજે-04એક્સ-7250 નંબરના ટ્રકે જીજે-10-એએસ-9305 નંબરના મોટરસાઇકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.

આ અકસ્માતમાં મોટીરાફુદડ ગામના હેમંતલાલ મઘોડિયા નામના મોટરસાઇકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃત્તકના પુત્ર સાગરભાઇ મઘોડિયાએ જાણ કરતાં લાલપુર પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે નાશી ગયેલા આઇસર ટ્રકચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...