ક્રાઇમ:વાલકેશ્વરી, શનિવારી ગ્રાઉન્ડ, કિસાનચોકથી બાઇક ચોરાયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં વધુ ત્રણ સ્થળોએ વાહન ચોરી

જામનગરમાં વાલકેશ્વરી નગરી,કિશાન ચોક અને શનિવારી મેદાન પાસે પાર્ક કરાયેલા જુદા જુદા ત્રણ બાઇકની ચોરીના બનાવો બહાર આવ્યા છે.પોલીસે જુદા જુદા સ્થળેથી વાહન ઉઠાવનારા તસ્કરોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ ગોરધનભાઇ નંદા નામના યુવાને ગત તા. 24ના રોજ રાત્રે ઘર નજીક પાર્ક કરેલુ રૂ.20 હજારની કિ઼મતનુ બાઇક કોઇ શખ્સ મોડી રાત્રીથી સવાર સુધીમાં ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.જયારે શહેરના ગાંધીનગર પાસે મોમાઇનગરમાં રહેતા હિરાલાલ પરષોતમભાઇ વિધાણી નામના યુવકે ગત તા.24ના રોજ રાત્રે વાલકેશ્વરીનગરી વિસ્તારમાં મંદિર પાછળના ભાગે પાર્ક કરેલુ રૂ.20 હજારની કિંમતનુ બાઇક કોઇ તસ્કર ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાવી છે. વાહન ચોરીના અન્ય બનાવમાં જામનગર નજીક નવા નાગના રોડ પર વાડી વિસ્તારમાં રહેતા હસમુખભાઇ પુંજાભાઇ નકુમ નામના કડીયાકામ કરતા યુવાને ગત તા.21ના રોજ દિવસ દરમિયાન શનિવારી ગ્રાઉન્ડ સામે પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલુ રૂ.25 હજારની કિંમતનુ બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...