તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મિની ટ્રકની ઠોકરે બાઈકચાલકનું મોત, અકસ્માત સર્જી નાસી છૂટેલા મિની ટ્રકના ચાલક સામે ગુનો

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

કાલાવડ નજીક ખંઢેરા પાસે પુરપાટ દોડતા આઇશર મીની ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલક પ્રૌઢનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતક પ્રૌઢ જામનગરથી બાઇક પર કાલાવડ તરફ વાડીએ જઇ રહ્યો હતા ત્યારે અકસ્માત નડયો હોવાનું બહાર આવ્યું છે. કાલાવડ પંથકના ખંઢેરા પાસે રોડ પર ગોરધનભાઇ કરશનભાઇ ગઢિયા નામના પ્રૌઢ તેના બાઇક પર જામનગરથી કાલાવડ તરફ વાડીએ જવા માટે પસાર થઇ રહયા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા એક આઇશર મીની ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ચાલક ગોરધનભાઇ ગઢિયા(ઉ.વ.54)ને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે અકસ્માત સર્જીને ચાલક વાહન લઇને નાશી છુટયાનુ બહાર આવ્યુ છે.આ બનાવની જાણ થતા પીએસઆઇ એચ.વી.પટેલ અને સ્ટાફ દોડી ગયો હતો.પોલીસે મૃતકના પુત્ર પ્રજ્ઞેશભાઇની ફરીયાદ પરથી આઇશર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તેની શોધ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો