આવેદન:પેપર લીક કૌભાંડમાં મોટા માથા પોલીસ પકડથી હજુ દૂર

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું
  • મંડળની મીલીભગના કારણે યુવાનોની મહેનત પર પાણીઢોળ

પંચાયત કલાર્ક પેપર લીક કૌંભાડમાં મોથા માથા પોલીસ પકડથી હજુ દૂર હોવાના આક્ષેપ સાથે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં મંડળની મીલીભગતના કારણે યુવાનોની મહેનત પર પાણી ઢોળ થઇ રહ્યાનું જણાવાયું છે.

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિએ શનિવારે કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર રાજયમાં છાશવારે સરકારી ભરતી પરીક્ષાના પેપર ફુટી રહ્યા છે. તાજેતરમાં પંચાયત મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટયું છે. પેપર ફુટયા બાદ નાના આરોપીઓને પકડવામાં આવ્યા છે.

મોટા માથા હજુ પોલીસ પકડથી દૂર છે. સરકારના પોતાના પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પેપર છાપવામાં આવે છે. જે સમજાતું નથી. પેપર લીકમાં મંડળની મીલીભગત હોવાનો આક્ષેપ પણ કર્યો છે. પેપર લીક થતા યુવાનોની મહેનત પર પાણી ઢોળ થઇ જાય છે. આથી આ બાબતે યોગ્ય પગલાં લેવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...