તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:જામનગરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ શહેરની 187 વિદ્યાર્થિનીઓને સાયકલ અર્પણ કરાઇ

જામનગર15 દિવસ પહેલા
  • રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે શાળાના પ્રાંગણમાં સાયકલનું વિતરણ કરાયું

જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે શહેરની જી.એસ.કન્યા વિદ્યાલય ખાતે રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળની સરસ્વતી સાધના યોજના અંતર્ગત 187 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું.

ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાયકલ અપાઇ

આ યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી જામનગર શહેરની બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની 187 વિદ્યાર્થિનીઓને સાયકલ મળવાપાત્ર થતી હતી. જેનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે શાળાના પ્રાંગણમાં પ્રતીક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,વોર્ડ નં.૩ના કોર્પોરેટર સુભાષભાઈ, પરાગભાઈ, અલ્કાબા, પન્નાબેન સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...