તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીઘો હતો જેનો કબજો સંબંધિત પોલીસ મથકને સોંપવાની તજવિજ હાથ ધરાઇ છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં એસઓજીના પી. આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. વિંછી અને વી.કે.ગઢવીના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને ભાવનગરના દારૂના ગુનામાં નાસતો ફરતો એક આરોપી કનસુમરા પાટીયા પાસે ઉભો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે ત્વરીત ધસી જઇને નાસતા ફરતા આરોપી પ્રદીપગીરી ઉર્ફે દિપક શંકરગીરી ગોસ્વામી (રે.ગોકુલનગર)ને દબોચી લીધો હતો.પોલીસે ટુકડીએ જરૂરી તપાસ બાદ તેનો કબજો પંચ બી પોલીસ મથકને હવાલે કર્યો હતો.આરોપી ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો રહયો હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ.હવે તેનો કબજો લેવા લગત પોલીસ મથક દ્વારા તજવિજ હાથ ધરાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.