પોસ્ટકર્મી સામે ફરિયાદ:ભાટિયા સબ પોસ્ટ ઓફિસના કર્મચારીએ SAP સોફ્ટવેરમાં ખોટા ટ્રાન્ઝેકશન કરી દોઢ કરોડ રૂપિયાની ઉચાપત કરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી દોઢ વર્ષ સુધી કૌભાંડ આચરતો રહ્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓ અંધારામાં રહ્યા
  • 16 બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ખોટા કેસ ઈન ટ્રાન્ઝીટ દર્શાવી કૌભાંડ આચરવામા આવ્યું

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટિયા ખાતે પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ તેની નીચે આવતી 16 બ્રાંચના નામે આર્થિક વ્યવહારો કરી રૂપિયા 1.5 કરોડ ઉપરાંતની રકમની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. આરોપીએ વર્ષ 2019-20ના દોઢ વર્ષના ગાળામાં 16 બ્રાંચ પોસ્ટ ઓફીસમાં ખોટા કેસ ટ્રાન્જેકશન કરી આ રકમની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. તો બીજી તરફ દોઢ વર્ષ સુધી ઉચ્ચ અધિકારીઓ આ મામલે અજાણ રહેતા સવાલો ઉઠ્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોસ્ટ ઓફીસના જ કર્મચારી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વિગતો સામે આવતા કલ્યાણપુર તાલુકાની જુદી જુદી બ્રાંચમાં ખાતાઓ ધરાવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પ્રકરણની વિગત મુજબ, જામનગરમાં રહેતા અને પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પીનાકીન શાહ નામના કર્મચારીએ ભાટિયા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તારક હેમતભાઈ જાદવ નામના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ વર્ષ 2019 થી 2020ના દોઢ વર્ષના ગાળામાં ભાટિયા શાખામાં આવતી કલ્યાણપુરની જુદી જુદી 16 બ્રાંચમાંથી ખોટા ટ્રાન્ઝીટ દર્શાવી રૂપિયા 1,55,75,000 ની ઉચાપત કરી લીધી હોવાનો આરોપ લગાવ્યો છે.

આરોપીએ ભાટિયા સબ પોસ્ટ ઓફીસમાં પોતાની રાજય સેવક તરીકેની ફરજ બજાવતી વખતે પોતાના હોદ્દાનો દુર-ઉપયોગ કરી પોસ્ટ શાખાના એસએપી સોફ્ટવેરમાં બોગસ હિશાબી વ્યવહારો કરીને ભાટીયા સબ પોસ્ટ ઓફિસ હેઠળ આવેલી વિવિધ 16 બ્રાંચ પોસ્ટ ઓફીસમાંથી સમયાન્તરે રૂપિયા 1,55,75,000ની ઉચાપત કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જો કે આટલા મોટા વ્યવહાર અને દોઢ વર્ષનો સમયગાળાને લઈને આ પ્રકરણમાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોય શકે એમ સુત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...