આયોજન:શેખર માધવાણી હોલમાં આજે ભાસ્કર રૂબરૂ કાર્યક્રમ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 13,14,15,16ના લોકો પ્રશ્ન રજુ કરશે

સામાજિક દાયિત્વના ભાગરૂપે લોકોનો અવાજ વહીવટી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવા તથા પાયાની સુવિધા લોકો સુધી પહોંચે અને તેમાં થતી સમસ્યાઓના નિરાકરણ માટે લોકો અને સતાવાહકોને એકમંચ પર લાવવા દિવ્ય ભાસ્કર દ્રારા ભાસ્કર રૂબરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરના તમામ વોર્ડને આવરી લેવામાં આવશે.

જામનગરના વોર્ડ નં.1 થી 4 નો રૂબરૂ કાર્યક્રમ ગત તા.10 જુલાઇના ગાંધીનગરમાં વિશ્વકર્મા બાગ વાડીમાં, વોર્ડ નં. 5 થી 8 નો રૂબરૂ કાર્યક્રમ 17 જુલાઇના રાજયપુરોહીત જ્ઞાતિની વાડી અને વોર્ડ નં.9 થી 12 નો રૂબરૂ કાર્યક્રમ તા.24 જુલાઇના લોકાગચ્છના વંડામાં યોજાયો હતો.જેને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

વોર્ડ નં. 13, 14, 15, 16નો રૂબરૂ કાર્યક્રમ તા. 31 જુલાઇના તળાવની પાળના ઢાળિયા પાસે આવેલા શેખર માધવાણી હોલમાં રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ સવારે 10 કલાકે શરૂ થશે. જેમાં વોર્ડ નં.13 થી 16 ના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...