તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ભાણવડની સગીરાનું અપહરણ કરી બબ્બે વખત દુષ્કર્મ ગુજાર્યું

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોક્સો સહિતની કલમો લગાડી તપાસ શરૂ કરતી પોલીસ
 • મોટરસાઇકલ પર અપહરણ કરી બરડા ડુંગરમાં દુષ્કર્મ આચર્યું

ભાણવડના વાનાવડ ગામના શખસે પોતાના સાગરીત સાથે મળી પંદર વર્ષની સગીરાનું અપહરણ કરી બરડા ડુંગરમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તે સગીરા તેમજ ઝડપાઈ ગયેલા બન્ને આરોપીને મેડિકલ ટેસ્ટ માટે ખસેડયા છે.

ભાણવડ શહેરમાં વસવાટ કરતાં એક પરિવારની પંદર વર્ષ અને ત્રણ મહિનાની વયવાળી સગીરાનું તા.14ના દિને ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વિજય વાલજીભાઈ વાઘેલા તથા મેરૂ ભીખાભાઈ વાઘેલા નામના શખ્સોએ મોટરસાયકલમાં અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ઉપરોકત તરૃણીને વિજય વાઘેલાએ બરડા ડુંગરમાં લઈ જઈ તેણી પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની આ સગીરાની માતાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણીના અપહરણમાં મેરૂ વાઘેલાએ પણ મદદગારી કર્યાનો આક્ષેપ થતાં પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બન્ને આરોપી ઝડપાઈ ગયા છે. બન્ને આરોપી તથા સગીરાને તબીબી ચકાસણી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. સગીરાની મેડિકલ તપાસણી બાદ નક્કી થશે કે તેના ઉપર દુષ્કર્મ થયો છે કે કેમ? પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દરમિયાન બન્ને આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો