કાર્યવાહી:ભાણવડ ખૂન કેસનો 27 વર્ષથી ફરાર કેદી ભરૂચ પંથકથી ઝબ્બે

ખંભાળિયા,જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજીવન કેદ સજા થઈ’તી, ખોટા નામ ધારણ કર્યાનુ ખુલ્યું

દ્વારકા એલસીબી પોલીસે ભાણવડના ખુન કેસમાં આજીવન કેદની સજાના પાકા કામના કેદીને જે ફર્લો રજા બાદ 27 વર્ષથી ફરાર રહયો હતો જેને ભરૂચ પંથકમાંથી દબોચી લીઘો હતો. કોઇ ફોટો કે મોબાઇલ લોકેશન નહી,માત્ર શરીર પરના નિશાન પરથી ફરાર કેદીને સકંજામાં લીઘો હતો.

ભાણવડ પોલીસમાં વર્ષ 1985ના હત્યાના એક કેસમાં એડી. સેશન્સ કોર્ટ (જામનગર)એ પાકા કામના કેદી નં.307 માલદેભાઇ જીવાભાઇ સગર (રે. પાછતર)ને તા.30/12/1986ના રોજ આજીવન કેદની સજા ફરમાવી હતી.જે પાકા કામના કેદીને જામનગર બાદ અમદાવાદ જેલ ખાતે મોકલી અપાયો હતો.જે બાદ તેને તા.29/8/1994ના રોજ ઓપન જેલ-અમરેલી ખાતે રાખવામાં આવ્યો હતો.

જયાંથી આ કેદી ગત તા.03/05/1994ના રોજ ફર્લો રજા પર મુકત કરાયો હતો.જેને તા.18/5/1994ના રોજ પરત હાજર થવાનુ હતુ જે હાજર થયો ન હતો. આ કેદી માલદેભાઇ સગર ફર્લો રજા પરથી ફરાર થઇ ગયેલ તેના સામે વર્ષ ૨૦૧૦માં કોર્ટમાં સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ મેળવેલુ હતુ. આમ, સંયુકત જામનગરબાદ દેવભૂમિ દ્રારકા જીલ્લા પોલીસ દ્રારા છેલ્લા ૨૭ વર્ષથી પકડી પાડવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જે કેદી મળી આવેલા ન હતા.

જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી દ્વારા ખાસ ટીમ બનાવી ક્રાંઇમ બ્રાન્ચના બાહોશ પીઆઇ જે.એમ.ચાવડા,પીએસઆઇ એસ.વી.ગળચર સહિતના ચુનંદા સ્ટાફને કામગીરી સોંપી હતી.જે દરમિયાન એલસીબી ટીમે આઠેક માસ સુધી આ શખસની તમામ માહિતી એકત્ર કરી હ્યુમન સોર્સીસથી તેની માહિતી મેળવી ભરૂચ જિલલાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર નજીક અમરાવતી નદીના કાંઠે વાડીમાંથી પકડી પાડી તેને ખંભાળિયા લાવ્યા બાદ અમરેલી જેલ ખાતે મોકલી આપ્યો હતો.

ફરાર થયા બાદ પાછતર આવ્યાનું ખૂલ્યું
ફરાર થયા બાદ તેના બીજા પુત્રનુ અવસાન થયુ ત્યારે બાદમાં પણ બે વાર પાછતર ગામે ગયાનુ પોલીસ પુછપરછમાં જણાવ્યુ હતુ. ફરાર રહયાના સમય દરમીયાન ગોપાલભાઇ અને માવજીભાઇ જીવણભાઇ સાગરના ખોટા નામ ધારણ કર્યાનુ પણ પોલીસ પુછપરછમાં જણાવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ.

રેકર્ડ પર મરેલો માણસ જીવીત મળી આવ્યો !
પોલીસ તપાસમાં કેદીના દીકરા હમીરભાઇ ગોરફાડએ કોર્ટમાં કાર્યવાહી કરી મરણનો દાખલો મેળવવા તજવીજ કરી તા.23/09/2017ના ફરાર કેદીનો મરણનો દાખલો કઢાવી તેની ૧૭ વીઘા ખેતીની જમીનની તેની માતા લાડુબેન અને હમીરભાઇના નામે વારસાઇ મિલ્કત કરાવી લીઘી હોવાનુ જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...