• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Bhanwad GEB Of Devbhoomi Dwarka In Bribery Case. A Class One Officer On Duty In The Office Was Sentenced To Two Years And Malatiya To One Year

સજા:લાંચ લેવાના કેસમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડ જી.ઇ.બી. કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીને બે વર્ષ અને મળતિયાને એક વર્ષની સજા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2001માં થયેલા ટ્રેપ બાદ આ કેસ ચાલી જતા સજા ફટકારાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ જી.ઇ.બી. કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન નાયબ ઈજનેર (વર્ગ એક) કલ્પેશ ઠાકોરભાઈ પટેલ અને નાયબ ઇજનેર, વર્ગ-1 જી.ઇ.બી. ભાણવડ તથા તેના મળતીયા બળવંતભાઇ કાનજીભાઇ પોપટ બંને રૂપિયા 5 હજારની લાંચ લેતાં એસીબીએ ટ્રેપમાં સપડાયા હતા.

વર્ષ 2001માં થયેલા ટ્રેપ બાદ આ કેસ ચાલી જતા બીજા એડીશ્નલ સેશન્સ જજ ખંભાલીયાની કોર્ટમાં કેશ ચાલ્યો હતો. અદાલતમાં રજૂ થયેલી ચાર્જસીટ બાદ ન્યાયીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીબી દ્વારા રજુ થયેલ ફરીયાદી, પંચ, તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની ધારદાર રજુઆત ધ્યાને લઇ, સેકન્ડ એડીશ્નલ સેશન્જ જજ ડી.ડી.બુધ્ધદેવએ આરોપી કલ્પેશ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર જી.ઇ.બી. ભાણવડ વર્ગ-૧ ને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા બે હજારનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા તથા ભૂ.નિ.અધિ.સને 1988ની કલમ 12(1)(ધ) તથા 12(2) મુજબ બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.પાંચ હજારનો દંડ, જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ આરોપી બળવંત કાનજીભાઇ પોપટને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા બે હજાર દંડ, જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા કરવામાં આવી છે.

વર્ષ 2001માં ભાણવડ જીઈબી દ્વારા એક દુકાનદારનું ઇલેકટ્રીક મીટર કાઢી ગયેલા જે મીટર પાછુ લગાડી આપવા અને કેસ ફાઇલ કરવા આરોપીઓએ રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી અંતે રુપિયા ચાર હજારની રકમ નકકી થઈ હતી. આ ચાર હજારની રકમ લેતા બલવંત પકડાયા બાદ એસીબીએ ક્લાસ વન અધિકારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા શરુ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...