વિતરણ:જામનગરમાં ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગ-લાડુનું નિ: શુલ્ક વિતરણ કરાશે

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીલકમલ ચોકડી, લાલવાડી, નાગેશ્વર મહાદેવ મંદિર ગુલાબ સહિતના અનેક વિસ્તારોમાં વિતરીત થશે

જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ટ્રસ્ટના દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે શહેરના મચ્છર નગર, રાંદલનગર, પટેલ વાડી નીલકમલ ચોકડી લાલવાડી નાગેશ્વર મહાદેવ મંદિર ગુલાબ સહિતના અનેક વિસ્તારોમાં પતંગ અને મમરાના લાડુનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે તાે લાભ લેવા જણાવાયું છે.

જામનગર ઉત્તર વિધાનસભાના મતવિસ્તારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા બાકી દ્વારા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શુક્રવારે સવારે આઠથી દસ કલાક દરમિયાન કાપડ મીલની ચાલી, ધરાનગર, મચ્છર નગર, રાંદલનગર, પટેલ વાડી, ગાયત્રી ચોક, હનુમાન ચોક કોળી સમાજ (નવાગામ ઘેડ), નીલકમલ ચોકડી, ગણેશ ચોક વુલન મિલની ચાલી, શંકર મંદિર તિરુપતિ, ઇન્દિરા કોલોની, અંધાશ્રમ દિગ્જામ સર્કલ, સતવારા સમાજની વાડી, ગોકુલ નગર, ગ્રીન સીટી, જલારામ નગર, લાલવાડી, નાગેશ્વર મહાદેવ મંદિર, હોરાનોહજીરો, ગુલાબ નગર, મજદૂર સંઘની ઓફીસ પાસે પતંગ અને મમરાના લાડુનું નિ :શુલ્ક વિતરણ કરવામાં આવશે તો શહેરીજનો સહિત જરૂરીયાતમંદ લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...