તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સેવા:ધ્રોલ અને પડધરીમાં નિરાધાર, અનાથ, ભિક્ષુક, અસ્થિર મગજના લોકોને જમાડવાનું ભગીરથ કાર્ય

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના 100 લોકોને જમાવડાનંુ સ્તુત્ય કાર્ય

પડધરીમાં ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી સેવા કરવામાં આવી રહી છે. આ સેવા સત્યમ્ હોસ્પિટલના ડો. કિરીટ પટેલ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને ધ્રોલ અને પડધરી શહેરમાં રોજના 100 જેટલા લોકો ટિફિન વિતરણનો લાભ લઇ રહ્યા છે ઉપરાંત કોઈ નિરાધાર, અનાથ કે ભિક્ષુક કે અસ્થિર મગજનાં લોકો સુધી જઈ તેમને જમાડવાનું કાર્ય પણ કરવામાં આવે છે અને મેડિકલ સાધનો પણ ઉપયોગ કરવા માટે આપવામાં આવે છે. ચકલીના માળા, મોટા વૃક્ષો , ટ્રી ગાર્ડ, બાળકોને રમકડાં આપી સેવા કરવામાં આવી રહી છે.

આ કાર્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના સહમંત્રી પ્રભુભાઈ ચાવડા આ સેવાકાર્ય સાથે જોડાયને સેવા આપી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોની માહિતી મેળવવી, ટિફિન આપવા જવું, દવા પહોંચાડવી, સાધનો તથા આર્થિક સહયોગ ઉપરાંત ધ્રોલની ઘણી પ્રાથમિક શાળાઓને મોટા વૃક્ષો આપવા, માળા આપવા, ટ્રી ગાર્ડ આપવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તેમના બાળકોના જન્મ દિવસની ઉજવણી કોઈને વૃક્ષો ભેટ આપીને કરે છે.

ગત વર્ષે ધ્રોલ અને આજુબાજુ 8000 જેટલાં વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સદભાવના ટ્રસ્ટ સાથે સંકલનમાં રહીને વૃક્ષારોપણ કરવામાં આવે છે. ઘાયલ પશુ-પક્ષીને સારવાર અર્થે દવાખાને લઇ જવા સહિતની અનોખી સેવા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...