ધરપકડ:જામનગરમાં 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો, 1 ઝડપાયો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોકડ સહિતની 10 હજારની મત્તા કબજે, કપાત લેનારની શોધખોળ

જામનગર શહેરના હાપા રેલવે સ્ટેશન પાસે જાહેરમાં ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ પર મેચ જોઈને પૈસાની હારજીતનો સોદો કરી રહેલા શખસને એલસીબીએ રોકડ તથા મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે તેની કપાત લેનાર રામેશ્વરનગરના શખસને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

હાપા રેલ્વે સ્ટેશન મેઇન રોડ ઉપર ફલોર મીલ પાસેથી જાહેરમાં ઓસ્ટ્રેલીયા દેશમા રમાતી 20-20 ક્રિકેટ ટુનામેન્ટની મેચો ઉપર મોબાઇલ ફોનથી લાઇવ મેચ જોઇ પૈસાની હારજીતનો સોદો કરતા કનૈયાલાલ જમનાદાસ દેવાણી (રહે.હાપા, રેલ્વે સ્ટેશન મેઇન બજાર, જામનગર) વાળો મળી આવતા તેના કબ્જામાંથી રોકડ રૂા.3950 તથા બે નંગ મોબાઇલ ફોન કિ.રૂ.7000 મળી કુલ રૂા.10,950નો મુદામાલ કબ્જે કરી પો.કોન્સ . યોગરાજસિંહ રાણાએ ફરિયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. હરદીપભાઇ ધાધલએ તેમના સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે . સોદાની કપાત લેનાર અર્જુનભાઇ (રહે.રામેશ્વરનગર, જામનગર)વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...