તપાસ:બેરાજા : બાળકની હત્યામાં કપાયેલું ગુપ્તાંગ મળી આવ્યું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે બાળકના મૃતદેહનું પેનલ PM કરાવ્યું

પસાયા બેરાજા ગામે 13 વર્ષના બાળકની નિર્મમ હત્યા કર્યા બાદ તેનું ગુપ્તાંગ કાપી લેવામાં આવ્યું હતું. જે પ્રકરણમાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી આજુબાજુના ગામોમાં તપાસ કરી બાળકનું વાઢુ નાખેલું ગુપ્તાંગ કબજે કર્યું છે. જામનગર નજીક પસાયા બેરાજા ગામે સાંજના સમયે ઘરેથી ગુમ થયા બાદ 13 વર્ષનો કિશોર પંકજ ડામોરની લાશ સવારે મળી આવી હતી. હત્યા કરી નાખી દેવામાં આવેલી લાશને જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે પોલીસે આજુ બાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી જેમાં તેનું કપાયેલું ગુપ્તાંગ મળી આવતા તેને કબજે કરવામાં આવ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી ચપ્પલ, નાની છરી અને દાંતરડું જેવું ધારદાર હથિયાર મળી આવતા કબજે કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બાળકના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેમાં તેની હત્યા ધારદાર હથિયારથી થઈ હોવાનું જાણવા મળે છે. બાળકની હત્યા થયાના 48 કલાક બાદ પણ પોલીસને હજુ આરોપીના સગડ મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...