ચર્ચા:80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ મળવાપાત્ર રૂ.400થી વંચિત

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાઈ

જામનગરમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને માસિક મળવાપાત્ર રૂ.1000ની રકમમાંથી રૂ. 400ના તફાવતની રકમ બેંકમાં જમા ન થઇ હોય આ મુદે ચર્ચા કરવામાં આવી હતી.

શહેરમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા યોજાયેલી દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિરમાં 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર માસિક રકમ રૂ. 1000 પૈકીની મળેલા રૂ. 600 બાદ મળવાપાત્ર રૂ.400ની તફાવતની રકમ સંબંધિતના બેંક ખાતામાં હજી સુધી જમા થઇ ન હોવાની રજૂઆત થતાં આ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

તદઉપરાંત આ મુદે આધાર સાથે રજૂઆત કરવા, દિવ્યાંગોના અધિકારો માટે જાગૃતિના કાર્યો , પા‌‌ત્રતા ધરાવતાં લાભાર્થીઓને સરળતાથી માહિતગાર કરી લાભાન્વિત કરાવવા પણ ચર્ચા થઇ હતી. હેમંતભાઈ પાણખાણીયાએ વિમુખ ખેતી, રોગ મુક્ત ભારત અંતર્ગત ગ્રીન ઇગલ ખાતરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, એમોનિયાના ફાયદા સાથેના માર્કેટિંગ રોજગારમાં દિવ્યાંગોને જોડવા સહિતની ચર્ચા બેઠકમાં કરી આ અંગે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...