• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Before The Assembly Elections In Jamnagar, The Nodal Officers Of Various Committees Were Given Special Instructions Regarding The Elections

ચૂંટણીની તૈયારી:જામનગરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિવિધ સમિતિના નોડેલ ઓફિસરોને ચૂંટણી સંબંધિત ખાસ સૂચનો અપાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને લગતી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી જામનગરમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવાના કાર્યક્રમનું કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધન્વંતરી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીની કામગીરીને લગતી તાલીમ અપાઇ
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે નોડલ ઓફિસરો, ઝોનલ ઓફિસરો તથા ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ માટે વિધાનસભા મતદાર વિભાગ પ્રમાણે એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી., વી.વી.ટી., એકાઉન્ટિંગ ટીમ અને આસિસ્ટન્ટ ઓબ્ઝર્વર ટીમની રચના કરવામાં આવી છે. ચૂંટણીની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનારી વિવિધ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કામગીરીને લગતી 80 જામજોધપુર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી એન. ડી. ગોવાણી દ્વારા વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.

વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા
તેમજ કલેક્ટર ડો. સૌરભ પારધી તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પનાબેન, પ્રાંત અધિકારીઓ, ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...