લગ્નસરાની સીઝનને જૂજ દિવસો બાકી:જામનગરમાં બ્યુટી ટ્રીટમેન્ટના પેકેજો મંદ પડ્યા કેરેટિંગ, સ્મુધનીગ અને સ્ટ્રેટનીંગનો ક્રેઝ વધ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હનોને પણ મોંઘવારી નડી, બ્યુટી ટ્રીટમેન્ટમાં કાપ

જામનગરમાં મોંઘવારીની અસર તમામ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. જામનગરમાં લગ્નની સીઝન શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે બ્યુટી પાર્લરમાં દુલ્હનો વિવિધ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટમાં કાપ મૂકયો છે.સામાન્ય રીતે દુલ્હન લગ્નના થોડા દિવસ પહેલા જ પાર્લરમાં જઈને સ્કીન કેરની અલગ અલગ ટ્રીટમેન્ટ, ફેશિયલ બ્લીચ, ક્લીનસીંગ વગેરે કરાવી અને તેના સીટીંગ લેતી હોય છે. ઉપરાંત હેર કેર માટે અલગ અલગ પ્રકારના હેર સ્પા કરાવતી હોય છે. પરંતુ મોંઘવારી વધતા લગ્નની સીઝનને જૂજ દિવસો બાકી હોવા છતાં આ પ્રકારની ટ્રીટમેન્ટમાં કાપ મૂકયો છે.

ઉપરાંત મેડીક્યોર પેડિક્યોર જેવી ટ્રીટમેન્ટ પણ કરાવવાનું ટાળી રહી છે. સામાન્ય રીતે દશેરા બાદ જ અલગ અલગ ટ્રીટમેન્ટ માટેના પેકેજના બુકિંગ એડવાન્સમાં કરાવતી હોય છે. પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે આ બુકીંગ ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યા છે તેમ જામનગરના બ્યુટીપાર્લરના સંચાલકોએ જણાવ્યું હતું.

રોજની માંડ 4 ઇન્કવાયરી
યુવતીઓમાં હાલ વાળ કેરેટિંગ, સ્મુધનીગ અને સ્ટ્રેટનીંગનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન આ માટેની ચારથી પાંચ ઇન્કવાયરી આવે છે. ઉપરાંત રોજની ત્રણ થી ચાર યુવતી કેરેટિંગ, સ્મુધનીગ અને સ્ટ્રેટનીંગ માટે આવે છે.-સાગર પરમાર, બ્યુટી પાર્લર, સંચાલક

દુલ્હનોમાં માથાપટ્ટી અને નેચરલ મેકઅપની ડિમાન્ડ વધુ
દુલ્હન તૈયાર થવા માટે નક્કી કરવા આવે ત્યારે આલિયા ભટ્ટ જેવા નેચરલ મેકઅપ અને માથા પટ્ટીની સૌથી વધુ ડિમાન્ડ કરે છે. આ સાથે જ ઓપન હેર સ્ટાઈલ અને વાળમાં સાચા જીપ્સી ફુલ નાખાવાનું વધુ પસંદ કરે છે. - ધૃતિ અધેડા, બ્યુટી પાર્લર, સંચાલક

અન્ય સમાચારો પણ છે...