હનુમાન જયંતિ:બેટ દ્વારકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ દાંડીવાળા હનુમાન મંદિરે 56 ભોગનો અન્નકુટ ધરાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો

બેટ-દ્વારકા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત હનુમાન દાંડી મંદિરે શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ પ્રસંગે 56 ભોગનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ હજારો ભક્તોએ લીધો હતો. બેટ-દ્વારકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ દાંડીવાળા હનુમાનજી મહારાજનું મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજીની સાથે તેમના પુત્ર મકરધ્વજ પણ બિરાજે છે.

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે આવેલા હનુમાનજી મહારાજના મંદિરે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને તેમની મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. ત્યારે આજરોજ શનિવાર અને હનુમાન જયંતિ બન્ને સાથે હોઈ આજના દિવસનો અનેરો મહિમાં છે. જેથી આજે દાંડીવાળા હનુમાન મંદિરે ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ અનેક ભક્તોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...