તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ ધીમી પડી:જામનગરમાં સોમવારે માંડ 1400 લોકોને જ વેક્સિન અપાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર 7 જ સ્થળોએ રસીકરણ કામગીરી
  • પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ ન મળતાં સમસ્યા, તંત્રનું મૌન

જામનગરમાં ચાલી રહેલી કોરોના પ્રતિરોધર વેક્સિનેશન ઝુંબેશમાં સોમવારે રસીના અપૂરતા જથ્થાથી ફકત સાત સ્થળોએ 1400 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. એક તરફ વેક્સિનેશન માટે સરકાર નિત-નવા કાર્યક્રમો જાહેર કરી રહી છે બીજી તરફ રસીનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાથી લોકોને ધરમધક્કા થઈ રહ્યા છે. કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત જામનગરમાં દરરોજ પાંચ-સાત હજાર લોકોનું રસીકરણ કરવાનું આયોજન હતું, પરંતુ જામનગરને પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો મળ્યો નહીં હોવાથી રસીકરણ ઝુંબેશ નબળી પડી છે.

જામનગરના મહાનગરપાલિકા દ્વારા સોમવારે માત્ર સાત સ્થળોએ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પાંચ સ્થળોએ કોવેક્સિન અને બે સ્થળોએ કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે. દરેક સ્થળે 200 લોકોનું એટલે કે શહેરમાં માત્ર 1400 લોકોનું વેક્સિનેશન થયું હતું. એક તરફ વેક્સિનેશનની ટકાવારી વધારવા સરકાર દ્વારા મસમોટી જાહેરાતો થાય છે, જ્યારે બીજી તરફ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવતો નહીં હોવાથી ઝુંબેશને ધારી સફળતા મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...