તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:વકીલ મંડળ દ્વારા 24 X 7 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઓક્સિજન સહિતની સુવિધા સાથે નિ:શુલ્ક સેવા શરૂ

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કપરાકાળમાં વકીલો અને તેમના પરિવારજનોને રાહત મળે તેવા સમાચાર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક સંસ્થાઆે અને સમાજ દ્વારા કોવિડ હોસ્પિટલના દર્દી અને તેના સગા-સંબંધીઓ માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરાઇ છે ત્યારે શહેરના વકીલો અને તેના પરીવાર માટે બાર એસોસીએશન વકીલ મંડળ દ્વારા 24x7 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઓક્સિજન સહિતની સુવિધા સાથે નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.

જામનગર બાર એસોસીએશનના વકીલ તથા તેના પરિવારજનો માટે ઓક્સિજન તથા પેરામેડિકલ સ્ટાફ સાથેની એમ્બુલન્સ 24×7 શરૂ કરાઇ છે. વકીલ તેના પરિવારના સભ્યોની ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સ સીટી લિમિટમાં હોસ્પિટલમાં દાખલ થવાનું હશે તો પણ ઘરે પહોંચી જશે અને ઓક્સિજન સાથેની સેવા સદન નિ:શુલ્ક અપાશે. વકીલ મિત્ર મંડળ તમામ વકીલ સાથે છે અને કાર્યમાં વકીલ મંડળના સભ્ય મિલન પારેખ, આરીફ ગોદર આ પ્રવૃત્તિમાં જાેડાયા છે અને અન્ય કોઈ સેવાભાવી સભ્ય આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માંગતા હોય તો મેસેજ કરવા અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેમલભાઈ ચોટાઈ 8849698274 તથા રાજેશ ગોસાઈ 9825087758 નો સંપર્ક કરવા જણાવાયું છે.

કોરોનાના બ્લડ રિપોર્ટમાં 25 ટકા ડિસ્કાઉન્ટ અપાશે
વકીલો અને તેના પરીવારજનો કોરોના માટેનો બ્લડ રિપોર્ટ કરાવવાની જરૂરીયાત ઉભી થાય તો સિંગાળા લેબોરેટરીમાં રિપોર્ટ કરાવી શકશે અને 25ટકા રિપોર્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ રકમ વકીલ મિત્રોમાં હેમલ ચોટાઇ, રાજેશ ગોસાઇ, રાજેશ કનખરા,આરીફ ગોદર, વિરલ રાચ્છ, વસંત ગોરી, પિયુષ ભોજાણી,મિલન પારેખ દ્વારા લેબોરેટરીમાં ચૂકવી આપવામાં આવશે. `

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો