તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રધ્ધા:જામનગરમાં કોરોનાનો કહેર ઘટતા BAPS સ્વામિનારાયણ મંદિર ભકતો માટે ખુલ્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકો માટે દર્શનનો સમય સવારે 8 થી 10 અને સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો રહેશે

જામનગર સહિત રાજયભરમાં કોરોનાનો કહેર ઘટતા રાજય સરકારે વેપાર-ધંધાની સાથે મંદિરો ખોલવાની છૂટ આપી છે. ત્યારે જામનગરની ભાગોળે આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભકતો માટે ખુલ્યું છે. જેના દર્શનનો સમય સવારે 8 થી 10 અને સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો રહેશે.બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાનું જામનગર-ખંભાળિયા બાયપાસ પાસે આવેલું સ્વામિનારાયણ મંદિર શુક્રવારથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

ભક્તો માટે દર્શનનો સમય સવારે 8 થી 10 અને સાંજે 5 થી 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ત્યાર પછી દર્શન ભક્તો માટે બંધ રહેશે. સ્વામિનારાયણ મંદિરના સાધુ ધર્મનિધિદાસજીએ જણાવ્યા અનુસાર શણગાર, રાજભોગ તેમજ આરતીના દર્શનનો લાભ ભક્તો લઈ શકશે નહીં અને નિલકંઠવર્ણી મહારાજના દર્શન કે અભિષેક પણ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે, સોશ્યલડીસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...