કોર્ટનો નિર્ણય:બાંગ્લાદેશી ઘૂસણખોરને 2 વર્ષની કેદ

ભાટિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલ્યાણપુરના ગઢકાથી ઝડપાયો હતો : સાદી કેદની સાથે 10,000નો દંડ ફટકારતી અદાલત

કલ્યાણપુરના ગઢકામાં ગેરકાયદે ઘૂસણખોરીના કેસમાં બાંગ્લાદેશી શખસને અદાલતે 2 વર્ષની સજા ફટકારી છે. ગઢકા ગામે ગેરકાયદે ધૂસણખોરી કરનાર બાંગ્લાદેશના ઢાંકા ગામે રહેતા શાજનમીયા ઉર્ફે મહમદ સમ્રાટ અબ્દુલ મજીદને પોલીસે પકડી પાડયો હતો. પોલીસે આ શખસ સામે ફોરેનર્સ એકટ, ઇન્ડીયન પાસપોર્ટ એકટ મુજબ ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ચાલી જતાં એપીપી જે.જે.રાધવાણીની રજૂઆત અને પુરાવા ધ્યાને લઇ અદાલતે આરોપી શાજનમીયાને 2 વર્ષની સાદી કેદ અને રૂ.10000 નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 2 મહિનાની સાદી કેદની સજા અને ઇન્ડીયન પાસપોર્ટ એકટની કલમ અન્વયેનો ગુનો સાબિત માની 1 વર્ષની સાદી કેદ અને રૂ.1000 દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ 1 મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...